ના માસ્ક, ના સામાજિક અંતર: ભાજપના આ ધારાસભ્યના ઘરના પ્રસંગમાં કોવિડ નિયમોના ધજાગરા

|

Jun 01, 2021 | 1:01 PM

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં ઘણા લોકો ભાજપના ધારાસભ્યની પુત્રીના લગ્નના કાર્યક્રમમાં કોરોના પ્રોટોકોલની (No masks, no social distance) અવગણના કરતા જોવા મળ્યા હતા.

ના માસ્ક, ના સામાજિક અંતર: ભાજપના આ ધારાસભ્યના ઘરના પ્રસંગમાં કોવિડ નિયમોના ધજાગરા
કોવિડ ગાઈડલાઈનના ધજાગરા

Follow us on

કોરોનાના નિયમ અને કોરોનાના ડર વચ્ચે સામાન્ય માણસ ફસાઈ રહ્યો છે. આવામાં ઘણી વખતે એવા વિડીયો સામે આવતા હોય છે જે સામાન્ય માણસોને નિરાશ કરી જાય. જગજાહેર છે કે નેતાઓ અવાર નવાર કોરોનાના નિયમોનું (Covid Rules) ઉલંઘન કરતા જોવા મળ્યા છે. ના તો એમને કોરોનાનો ડર હોય છે ના નિયમોનો. આવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વિડીયો છે ભાજપના ધારાસભ્યના દીકરીના લગ્નનો.

વાત એમ છે કે મહારાષ્ટ્ર પોલીસે પીંપડી-ચિંચવાડના ભાજપના ધારાસભ્ય મહેશ લાંડગે (Mahesh Landge) સહિત 60 લોકો વિરુદ્ધ કોરોના નિયમોનું ભંગ કરીને લગ્ન સમારોહમાં ભાગ લેવા બદલ કેસ નોંધ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં ઘણા લોકો ભાજપના ધારાસભ્યની પુત્રીના લગ્નના કાર્યક્રમમાં કોરોના પ્રોટોકોલની (No masks, no social distance) અવગણના કરતા જોવા મળ્યા હતા.

પોલીસ મથકના સિનિયર ઈન્સ્પેક્ટર શંકર અવતડેએ જણાવ્યું કે આ કેસમાં અન્ય જે લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે તે ધારાસભ્યના ભાઈ સચિન લાંડદે, અજિત સસ્તે, કુંદન ગાયકવાડ, રાહુલ લાંડદે, દત્તા ગવાહાણે, ગોપી કૃષ્ણ ધાવાડે, સુનીલ લાંડદે, નીતિન ગોડસે અને પ્રજ્યોત છે ફૂજના નામ શામેલ છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

રવિવારે વિડીયો વાયરલ થતા વાત ચર્ચામાં આવી હતી. માહિતી પ્રમાણે વિડીયો રવિવાર સાંજ 6 થી રાત 9.30 વચ્ચેનો જણાવવામાં આવી રહ્યો છે. વિડીયો નેતાના ઘરનો જ છે જેમાં સૌ ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ બાબતને લઈને 32 વર્ષના સુરેશ નાના વાઘમારેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મહારાષ્ટ્ર સરકારના કોરોનાના નિયમ અનુસાર લગ્નમાં 50 થી વધુ લોકોને એકઠા થવાની મંજુરી નથી. તેમજ સામાજિક અંતર અને માસ્ક જરૂરી છે. જોકે વિડીયોમાં નિયમોનો ભંગ જોવા મળી રહ્યો છે.

 

આ પણ વાંચો: એલોપથી પર બાબા રામદેવના નિવેદનોનો વિરોધ, આજે “Black Day” ઉજવી આંદોલન કરી રહ્યા છે ડોક્ટર્સ

આ પણ વાંચો: “યે રિશ્તા ક્યા કહલાતા હૈ” ફૈમ Karan Mehra ની ધરપકડ, પત્ની સાથે મારપીટ કરવાનો આરોપ

Next Article