એલોપથી પર બાબા રામદેવના નિવેદનોનો વિરોધ, આજે “Black Day” ઉજવી આંદોલન કરી રહ્યા છે ડોક્ટર્સ

બાબા અને એલોપથીનો વિવાદ વધતો જ જઈ રહ્યો છે. ઉત્તરાખંડના ખાનગી અને સરકારી તબીબોએ બાબાની ધરપકડની માંગ સાથે આજે એટલે કે 1 જૂને બ્લેક ડેની ઉજવણી કરી રહ્યા છે.

એલોપથી પર બાબા રામદેવના નિવેદનોનો વિરોધ, આજે Black Day ઉજવી આંદોલન કરી રહ્યા છે ડોક્ટર્સ
તસ્વીર Twitter - @MedicosUnited
Follow Us:
| Updated on: Jun 01, 2021 | 11:57 AM

યોગગુરુ બાબા રામદેવ અને એલોપથીનો વિવાદ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ઉત્તરાખંડના ખાનગી અને સરકારી તબીબો બાબાની ધરપકડની માંગ સાથે આજે એટલે કે 1 જૂને બ્લેક ડેની ઉજવણી કરી રહ્યા છે. દરમિયાન તે બ્લેક પટ્ટી બાંધીને કામ પણ કરી રહ્યા છે. માત્ર ડોક્ટર્સ જ નહીં પરંતુ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ આ આંદોલનમાં જોડાશે તેવા અહેવાલ આવ્યા હતા.

ત્યાની મેડિકલ અને આરોગ્ય સેવાઓ એસોસિએશને આરોગ્ય કર્મચારીઓને અપીલ કરી છે કે તેઓ પતંજલિના તમામ ઉત્પાદનોનો બહિષ્કાર કરે અને તેમના સંબંધીઓને પણ આ માટે પ્રેરણા આપે. આ ઉપરાંત ઝારખંડ અને ગુજરાતમાં પણ ડોકટરો બાબા સામે એક થઇ રહ્યા છે. ચોક્કસ પણે પ્રતિક્રિયાઓ જોતા લાગી રહ્યું છે કે વિવાદ હજુ લાંબો સમય ચાલશે.

તમને જણાવી દઈએ કે અગાઉ પણ IMA ઉત્તરાખંડે બાબાને 1 હજાર કરોડની માનહાનીની નોટીસ મોકલી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખીને બાબા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. ત્યારે હવે રેસિડેન્ટ ડોક્ટર્સની સૌથી મોટી સંસ્થા ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન ઇન્ડિયા (FORDA) એ 1 જૂન (આજે) ને બ્લેક ડે ઉજવવાની જાહેરાત કરી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

IMA ના પ્રદેશ મહાસચિવ ડો. અજય ખન્નાએ કહ્યું કે મેડિકલ કોલેજના વિદ્યાર્થી અને રેસિડેન્ટ ડોક્ટર્સ આ આંદોલન સાથે જોડાયા છે. ડોક્ટર ખન્નાના અનુસાર સરકારના દમ પર બાબા રામદેવ સતત ડોક્ટર્સનું અપમાન કરી રહ્યા છે.

ગુજરાત અને ઝારખંડમાં પણ વિરોધ

IMA રાંચીએ સોમવારે કહ્યું કે તેઓ બાબા રામદેવને કાનૂની નોટિસ મોકલશે. તે જ સમયે, સોમવારે ગુજરાતમાં ડોકટરોનું પ્રતિનિધિત્વ કરતી મોટી સંસ્થાઓએ અમદાવાદ પોલીસને યોગ ગુરુ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી.

અમે એલોપથીની વિરીધમાં નથી

વિવાદ ભડકતા બાબા રામદેવે કહ્યું કે અમે એલોપથી કે એલોપથી ડોક્ટર્સની વિરોધમાં નથી. અમારું અભિયાન ડ્રગ માફિયાઓની વિરુદ્ધમાં છે. જે બે રૂપિયાની દવાઓને બે હજારમાં વેચે છે. ડ્રગ માફિયા વિરુદ્ધ આ અભિયાન ચાલુ જ રહેશે. અને આયુર્વેદને અપમાનિત કરવાના કોઈ પણ પ્રયાસો સહન કરી લેવામાં નહીં આવે.

આ પણ વાંચો: “યે રિશ્તા ક્યા કહલાતા હૈ” ફૈમ Karan Mehra ની ધરપકડ, પત્ની સાથે મારપીટ કરવાનો આરોપ

આ પણ વાંચો: ગર્લફ્રેન્ડ ગાયબ, મેહુલ ચોકસીની ધરપકડ: જાણો કોણ છે આ યુવતી, જેના વિશે ચાલી રહી છે આટલી ચર્ચા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">