Antilia caseમાં 48 કલાક બાદ પણ કોઈ સુરાગ નહીં, Mumbai Police બધા એન્ગલથી કરે છે તપાસ

|

Feb 27, 2021 | 5:28 PM

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના (Mukesh ambani) ઘર 'એન્ટેલિયા' (Antilia) પાસે વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો કાર શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.

Antilia caseમાં 48 કલાક બાદ પણ કોઈ સુરાગ નહીં, Mumbai Police બધા એન્ગલથી કરે છે તપાસ

Follow us on

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના (Mukesh ambani) ઘર ‘એન્ટેલિયા’ (Antilia) પાસે વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો કાર શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. જેને 48 કલાક જેવો સમય થઈ ગયો છે, આમ છતાં કોઈ નક્કર પુરાવા મળ્યા નથી તો આ સ્કોર્પિયા ગાડી પણ ચોરાયેલી હતી. ગાડી માલિકે થોડા સમય પહેલા ગાડી ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગાડી માલિકનું નિવેદન નોંધ્યું છે.

 

ગાડીમાંથી મળેલી જીલેટીન નાગપુરની સોલર ઈન્ડસ્ટ્રીઝમાંથી ખરીદી છે. ગુનેગારોએ બચવા માટે બધી જ તરકીબ અપનાવી છે. સીસીટીવીમાં સાફ જોવા મળ્યું છે કે, ગુનેગારએ સીસીટીવીથી બચવા માટે ડ્રાઈવર સીટની બદલે બીજી સીટ પરથી ઉતરીને તુરંત જ ઈનોવા કારમાં બેસી ગયો હતો. વિસ્ફોટક ભરેલી કાર મળવાના કેસમાં બીજી ઈનોવા કાર શનિવારે સવારે મુંબઈની બહાર ગઈ હતી. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે મુલુંડ ટોલ નાક પાસેથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. જેમાં ઈનોવા કાર મુંબઈથી બહાર જતી જોઈ શકાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

પોલીસ કહે છે કે નવા સીસીટીવી ફૂટેજ મહત્વના છે. તે ડ્રાઈવિંગ સીટ પરના એક વ્યક્તિને બતાવે છે, જે ટોલ ચૂકવવા જૂઠું બોલે છે અને પછી કારને થાણે તરફ લઈ જાય છે. ઈનોવા કારના ચાલકની ઓળખ હજી થઈ નથી.

 

આ પણ વાંચો: Hrithik Roshan નિવેદન નોંધાવા માટે મુંબઈ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા તો કંગનાએ કર્યો રિતિક પર કટાક્ષ

Next Article