NCBએ દાઉદના સૌથી મોટા સપ્લાયરને ત્યાં કરી રેડ, કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ્સ અને કેટલાક શસ્ત્રો પણ જપ્ત

|

Jan 21, 2021 | 5:19 PM

એનસીબીની (NCB) ટીમે દાઉદના સૌથી મોટા ડ્રગ્સ સપ્લાયર આરીફ ભુજવાલાની મુંબઈ સ્થિત ડ્રગ્સ લેબ પર દરોડો પાડ્યો હતો. NCBની ટીમે મુંબઈના ડુંગરી વિસ્તારમાં આવેલી પાંચ માળની બિલ્ડિંગમાં પ્રવેશતાં જ આરિફ છટકી ગયો હતો.

NCBએ દાઉદના સૌથી મોટા સપ્લાયરને ત્યાં કરી રેડ, કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ્સ અને કેટલાક શસ્ત્રો પણ જપ્ત
ફાઈલ ફોટો

Follow us on

એનસીબીની (NCB) ટીમે દાઉદના સૌથી મોટા ડ્રગ્સ સપ્લાયર આરીફ ભુજવાલાની મુંબઈ સ્થિત ડ્રગ્સ લેબ પર દરોડો પાડ્યો હતો. NCBની ટીમે મુંબઈના ડુંગરી વિસ્તારમાં આવેલી પાંચ માળની બિલ્ડિંગમાં પ્રવેશતાં જ આરિફ છટકી ગયો હતો. દરોડા દરમિયાન એનસીબીની ટીમે કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ્સ અને કેટલાક શસ્ત્રો પણ જપ્ત કર્યા હતા. રેડ કરનારી ટીમને આરીફના ઘરેથી રોકડ રકમનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે. આરિફની શોધમાં અનેક જગ્યાએ એનસીબીની ટીમના દરોડા ચાલુ છે.

એનસીબીના અધિકારીઓના જણાવ્યા મુજબ આરીફ મુંબઈના ડોંગરી વિસ્તારમાં પાંચ માળની બિલ્ડિંગમાં ડ્રગ્સ લેબ ચલાવતો હતો. પોલીસ આ પાંચ માળની બિલ્ડિંગમાં પ્રવેશતા જ આરીફ બારીમાંથી પાંચમાં માળેથી ભાગી ગયો હતો. ચોથા માળે એમડી ડ્રગ્સની લેબ હતી અને આરીફ પાંચમાં માળે પરિવાર સાથે રહેતો હતો. એનસીબી ટીમના અધિકારીઓએ જણાવ્યું હતું કે આરીફ ભુજવાલા છે તે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલ ચિન્કુ પઠાણનો ભાગીદાર છે.

દુબઈ અને મધ્ય પૂર્વના દેશોમાં કરતા હતા ડ્રગ સપ્લાય

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આરિફ ભારત, દુબઈ અને મધ્ય પૂર્વના દેશોમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરતો હતો. એનસીબીના જણાવ્યા પ્રમાણે આરીફ દાઉદના ડ્રગ્સ નેટવર્કમાં મોટો ખેલાડી છે. દુબઈ અને મધ્ય પૂર્વમાં આરિફ માત્ર ડી કંપનીના નેટવર્ક દ્વારા ડ્રગ સપ્લાય કરતો હતો. આરીફે અત્યાર સુધીમાં ડ્રગ્સ વેચીને અબજો રૂપિયાની કમાણી કરી છે. એનસીબીએ શંકા વ્યક્ત કરી છે કે ડ્રગ્સ હવાઈ માર્ગે વિદેશમાં મોકલવામાં આવી હતી.
ચોંકાવનારી વાત એ છે કે, છેલ્લા પાંચ વર્ષથી આ ડ્રગ્સ લેબ શહેરની મધ્યમાં ચાલતી હતી, પરંતુ આજદિન સુધી કોઈએ તેના વિશે સાંભળ્યું ન હતું. જ્યારે મહારાષ્ટ્ર એટીએસનું મુખ્ય મથક આ ડ્રગ્સ લેબથી થોડાક મીટર દૂર છે.

 

દરોડા દરમિયાન આરીફના ઘરેથી રોકડ રકમ, બીએમડબ્લ્યુ જેવા અનેક મોંઘા વાહનો પણ મળ્યાં છે. જે તેણે ડ્રગ્સના કાળા નાણાંથી ખરીદ્યા છે. એનસીબી હવે આ વાહનોની પણ શોધ કરી રહી છે. એનસીબીના જણાવ્યા મુજબ શાળા અને કોલેજ જતા બાળકોને એમડી ડ્રગ્સની લત લગાવીને તેઓ કરોડોની કમાણી કરી રહ્યાં હતાં. આરીફની શોધમાં અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

 

આ પણ વાંચો: શું વાત કરો છો ? કોરોનાના ડરથી ત્રણ મહિના સુધી એરપોર્ટમાં છુપાઈ રહ્યો આ ભારતીય વ્યક્તિ

Next Article