1 કરોડનો ઈનામી નક્સલવાદી નેતા પ્રશાંત બોઝ ઉર્ફે કિશન દા ઝડપાયો, તેની પત્ની શીલા મરાંડી સાથે થઈ ધરપકડ

|

Nov 13, 2021 | 7:59 PM

પોલીસે એક કરોડ રૂપિયાના ઈનામી નક્સલવાદી નેતા પ્રશાંત બોઝ ઉર્ફે કિશન દાની ધરપકડ કરી છે. તેની સાથે પોલીસે નક્સલવાદીની પત્ની શીલા મરાંડીની પણ ધરપકડ કરી છે.

1 કરોડનો ઈનામી નક્સલવાદી નેતા પ્રશાંત બોઝ ઉર્ફે કિશન દા ઝડપાયો, તેની પત્ની શીલા મરાંડી સાથે થઈ ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

ઝારખંડ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એક કરોડ રૂપિયાના ઈનામી નક્સલવાદી નેતા પ્રશાંત બોઝ ઉર્ફે કિશન દાની ધરપકડ કરી છે. તેની સાથે પોલીસે નક્સલવાદીની પત્ની શીલા મરાંડીની પણ ધરપકડ કરી છે. આ માહિતી ઝારખંડના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આપી છે. રાંચીમાં તેણે જણાવ્યું કે પોલીસે નક્સલવાદી નેતાની ધરપકડ કરી છે જેના પર એક કરોડનું ઈનામ છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, નક્સલવાદી નેતા પ્રશાંત બોઝની પત્ની શીલા મરાંડી પણ માઓવાદી સંગઠનની સભ્ય છે. પોલીસે તેની પણ ધરપકડ કરી છે.

પોલીસ અધિકારીએ કહ્યું કે, પ્રશાંત બોઝ ઘણા અપરાધિક મામલામાં વોન્ટેડ હતો. પ્રશાંત બોઝ સીપીઆઈ-માઓવાદી પાર્ટીના કેન્દ્રીય એકમના વરિષ્ઠ નેતા છે. તે સીપીઆઈના પૂર્વ ક્ષેત્રીય બ્યુરોના સચિવ પણ છે. તેના પર 1 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, સારંદા પહેલા તેનું ઠેકાણું ગિરિડીહના પારસનાથના જંગલમાં હતું. તેમની પત્ની શીલા મરાંડીને પોલીસે લગભગ 15 વર્ષ પહેલા ઓડિશામાંથી ધરપકડ કરી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

નક્સલવાદી નેતા પ્રશાંત બોઝની ધરપકડ

નક્સલવાદી નેતા પ્રશાંત બોઝ અને તેની પત્નીની પોલીસે સરાયકેલામાંથી ધરપકડ કરી છે. પ્રશાંત સાત રાજ્યોના માઓવાદી વડા છે. સમાચાર અનુસાર, ઝારખંડ પોલીસે સરાયકેલાના આતંકવાદી મહારાજ પ્રામાણિકના કહેવા પર નક્સલવાદી નેતાની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે મહારાજ પ્રામાણિકે બે મહિના પહેલા પોલીસને આત્મસમર્પણ કર્યું હતું. તેના ઈશારે પોલીસે આજે એક નક્સલવાદી નેતાની ધરપકડ કરી હતી જેને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું.

નક્સલવાદી નેતા કિશન દા પર 1 કરોડનું ઈનામ છે

જણાવી દઈએ કે, મહારાજ પ્રામાણિકે બે મહિના પહેલા પોલીસની સામે આત્મસમર્પણ કર્યું હતું. તેના ઈશારે પોલીસે આજે એક નક્સલવાદી નેતાની ધરપકડ કરી હતી જેને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું. મહારાજ અધિકૃત નક્સલવાદીઓના ઝોનલ કમાન્ડર છે. તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો: IIT બોમ્બેની ટીમેને મળી મોટી સફળતી, એલન મસ્કની કાર્બન રિમૂવલ સ્પર્ધામાં 1.8 કરોડનું ઇનામ જીત્યું

આ પણ વાંચો: AAI Recruitment 2021: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Next Article