બહેનના લગ્નના 12 દિવસ પહેલા તેના ભાઈની કુહાડી મારી હત્યા કરી નાખી, જાણો શું છે સમગ્ર મામલો

બહેનના લગ્નના 12 દિવસ પહેલા તેના ભાઈની કુહાડી મારી હત્યા કરી નાખી, જાણો શું છે સમગ્ર મામલો
murder with an ax

ઘરમાં દીકરીના લગ્નની ખુશી અચાનક શોકમાં ફેરવાઈ ગઈ હતી. બહેનના લગ્ન પહેલાં ભાઇનું મોત થયું હતું. 2500 રૂપિયા દૈનિક વેતન લેવા માટે આવેલા યુવકની કુહાડી મારીને હત્યા કરવામાં આવી હતી.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Oct 11, 2021 | 11:17 PM

હરિયાણાના હિસારમાં એક ખળભળાટ મચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘરમાં દીકરીના લગ્નની ખુશી અચાનક શોકમાં ફેરવાઈ ગઈ હતી. બહેનના લગ્ન પહેલાં ભાઇનું મોત થયું હતું. 2500 રૂપિયા દૈનિક વેતન લેવા માટે આવેલા યુવકની કુહાડી મારીને હત્યા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તેને 3 મહિનાથી લેણાંના પૈસા મળતા ન હતા. 12 દિવસ પછી તેની બહેનનાં લગ્ન થવાનાં હતાં. તેથી જ યુવકને પૈસાની સખત જરૂર હતી. વારંવાર પૈસાની માંગણી કર્યા બાદ આરોપીએ તેને પૈસા આપવાના બહાને તેને બોલાવીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. હત્યારાઓ મૃતકના પરિચિત હોવાનું કહેવાય છે.

સમાચારો અનુસાર આરોપીએ બાકી નાણાં ચૂકવવાના બહાને યુવકને તેના ઘરે બોલાવ્યો અને પિતા-પુત્રએ માથામાં કુહાડી વડે તેની હત્યા કરી નાખી હતી. યુવકની હત્યા કર્યા બાદ નિર્ભય આરોપીએ તેના કાકાને ફોન કર્યો અને તેને તેના ભત્રીજાનો મૃતદેહ લઈ જવાનું કહ્યું. આ સાંભળી પરિવારના હોશ ઉડી ગયા હતા. બીજી તરફ પીડિતોની ફરિયાદના આધારે આરોપી પિતા -પુત્ર સામે હત્યા સહિત અનેક કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે.

2500ની માંગણી કરવા બદલ યુવકની હત્યા

મૃતક અતુલના ભાઈ તેજેન્દ્રએ હિસાર એચએમટી પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના ભાઈએ દીપક નામના યુવક પાસેથી મજૂરી માટે 2500 રૂપિયા લેવાના હતા. અતુલ લાકડાનું કામ કરતો હતો. તેમણે મહાબીર કોલોની પાસે ફ્લેક્સ બોર્ડ લગાવવાનું કામ કર્યું હતું. એટલા માટે તેને તેના કામ માટે પૈસા આપવાના બાકી હતા.

તેણે જણાવ્યું કે રવિવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે, દીપકે મજૂરીના પૈસા લેવા માટે અતુલને બોલાવ્યો હતો. અતુલ દિનેશ નામની વ્યક્તિ સાથે પૈસા લેવા તેના ઘરે આવ્યો હતો. તેણે કહ્યું કે, દીપક અને તેના પિતા પહેલેથી જ મારવા તૈયાર હતા. તેણે કુહાડી વડે અતુલની હત્યા કરી નાખી હતી.

પોલીસને આપેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, અતુલની હત્યા કર્યા બાદ દીપકે તેના કાકા અશોકને ફોન કરીને તેના ભત્રીજાનો મૃતદેહ લેવાનું કહ્યું હતું. જલદી તેનો પરિવાર ઘટનાસ્થળે પહોંચ્યો, દીપક હાથમાં કુહાડી લઈને ઉભો હતો. તેના પિતા રાહુલ પણ ત્યાં હાજર હતા. તેમણે તરત જ પોલીસને આ બાબતની જાણ કરી હતી.

આ પણ વાંચો: Afghanistan: US અને UK એ તેમના નાગરિકોને તાત્કાલિક કાબુલની સેરેના હોટલ ખાલી કરવાની ચેતવણી આપી, ગમે ત્યારે થઈ શકે છે આતંકવાદી હુમલો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati