મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી, સાયનમાંથી 21 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું, મહિલા ડ્રગ્સ પેડલરની ધરપકડ

|

Oct 20, 2021 | 3:53 PM

મુંબઈ પોલીસે સાયન વિસ્તારમાંથી 21 કરોડ 60 લાખ રૂપિયાની કિંમતનુ ડ્રગ્સ જપ્ત કર્યુ છે. મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલ યુનિટ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી, સાયનમાંથી 21 કરોડથી વધુની કિંમતનું  ડ્રગ્સ જપ્ત કર્યું, મહિલા ડ્રગ્સ પેડલરની ધરપકડ
File Photo

Follow us on

Maharashtra : NCB દ્વારા બોલિવૂડ અને સેલિબ્રિટીઝ પર કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ રેકેટનો (Drugs racket) પર્દાફાશ શરૂ થયો હતો. ત્યારે હાલ મુંબઈ પોલીસે પણ ડ્રગ્સ સામેની ઝુંબેશમાં મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ પોલીસે સાયન વિસ્તારમાંથી 21 કરોડ 60 લાખ રૂપિયાનુ ડ્રગ્સ જપ્ત કર્યુ છે. મુંબઈ પોલીસના (Mumbai Police) એન્ટી નાર્કોટિક્સ સેલ યુનિટ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં 7 કિલો 200 ગ્રામ હેરોઈન પણ જપ્ત કરવામાં આવ્યુ છે.

મુંબઈ પોલીસને મળી સફળતા

ડ્રગ માફિયાઓ સામે મુંબઈ પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત હેરોઇનનો આ વિશાળ જથ્થો મળી આવ્યો છે. આ ડ્રગ્સ મહિલા ડ્રગ પેડલરના કબજામાંથી મળી આવી છે. કથિત રીતે મહિલાનું નામ અમીના શેખ હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. આ મહિલા છેલ્લા 10 વર્ષથી ડ્રગ્સની દાણચોરી કરી રહી છે. આ મહિલા સામે અગાઉ પણ 2 કેસ નોંધાયેલા છે. અગાઉ 2015 અને 2018 માં પણ આરોપી મહિલા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે હાલ મુંબઈ પોલીસે આ મહિલાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાજસ્થાનથી મુંબઈમાં ડ્રગ્સ વેચવા માટે આવી હતી આ સ્મગલર

મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલના ડીસીપી દત્તા નલવાડેએ (DCP Datta Nalwade)જણાવ્યું હતું કે, આ ડ્રગ્સ રાજસ્થાનથી મુંબઈમાં પહોંચાડવામાં આવતુ હતુ. ડ્રગ્સનો જથ્થો બસ અને ટ્રેન દ્વારા લાવવામાં આવ્યો હતો. ડ્રગ્સ લાવનાર વ્યક્તિને લગભગ 1 થી 2 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. કુરિયર મારફતે પણ ડ્રગ્સની તસ્કરી થતી હતી. આ સાથે જોડાયેલા સપ્લાયર્સ રાજસ્થાનના હોવાનુ સામે આવ્યુ છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે. એનસીબી (Narcotics Control Bureau) પર પૂછવામાં આવેલા સવાલ પર ડીસીપીએ કહ્યું કે, બંને એજન્સીઓનું કામ ડ્રગ્સ સામે કાર્યવાહી કરવાનું છે અને બંને એજન્સીઓ વચ્ચે સંકલન પણ સારું છે.

પોલીસે મહિલા ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી

રાજસ્થાનના પ્રતાપગઢ વિસ્તારમાંથી દેશભરમાં મોટા પાયે ડ્રગ્સ સપ્લાય (Drugs Supply) કરવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. મુંબઈમાં પણ પોલીસને આશરે 7 કિલો હેરોઈનનો જથ્થો આવ્યાની બાતમી મળી હતી. આ આધારે મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલે આ રેકેટનો પર્દાફાશ કરવાની તૈયારી શરૂ કરી હતી અને હેરોઈનનો આટલો મોટો જથ્થો જપ્ત કરવામાં સફળતા મેળવી હતી.

 

આ પણ વાંચો : Aryan Drugs Case : આર્યન ખાનને કોઈ રાહત નહિ, સેશન્સ કોર્ટ આર્યનની જામીન અરજી નામંજુર કરી

આ પણ વાંચો : Aryan Drugs Case : આર્યનની ચેટ્સમાં થયો ચોંકાવનારો ખુલાસો ! પાર્ટી પહેલા આર્યને આ અભિનેત્રી સાથે ડ્રગ્સ સંબધિત વાતચીત કરી હતી

Published On - 3:52 pm, Wed, 20 October 21

Next Article