Mehsana : ઊંઝાના ઉનાવા લૂંટ કેસનો ભેદ ઉકેલાયો, મુખ્ય સૂત્રધાર ઝડપાયો, હજુ બે ફરાર

|

Sep 28, 2021 | 6:53 PM

હાઇવે ઉપર લૂંટના ગુનાનું પ્રમાણ હાલમાં દિન પ્રતિદિન વધી રહ્યું છે.ત્યારે એક નવી મોડસ ઓપરેન્ડીથી લૂંટને અંજામ આપતી ટોળકીનો મુખ્ય સૂત્રધાર મહેસાણા પોલીસ ના હાથે પકડાઈ ગયો છે.

Mehsana : ઊંઝાના ઉનાવા લૂંટ કેસનો ભેદ ઉકેલાયો, મુખ્ય સૂત્રધાર ઝડપાયો, હજુ બે ફરાર
Mehsana: Unjha robbery case in Unjha resolved, mastermind arrested

Follow us on

ઊંઝાના ઉનાવા પાસે બનાસકાંઠાના વેપારીને લૂંટીને કાર સાથે ફરાર થઈ જવાના બનાવનો ભેદ ઉકેલાઈ ગયો છે. ગત 7 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરથી બનાસકાંઠાના ઢીમા ખાતે કારમાં 20 લાખ રોકડ સાથે જઈ રહેલા વેપારીની કારમાં મુસાફરના સ્વાગમાં બેઠેલા ત્રણ શખ્સ કાર અને રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં.

આ ગુનો આચરી રાજસ્થાનના પચપદરા ભાગી ગયેલી રાજસ્થાનની ગેંગના મુખ્ય સૂત્રધારને મહેસાણા એલસીબીએ ઝડપી લેતા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. જોકે હજુ પણ આ ગુનાને અંજામ આપનાર બે શખ્સ પોલીસ પકડથી દુર છે. ઝડપાયેલો શખ્સ ભૂતકાળમાં પોતાની ટોળકી સાથે મળી અનેક લૂંટના ગુનાને અંજામ આપી ચુક્યો છે. જ્યારે બે વખત પોલીસ ઉપર ફાયરિંગ કરવાનો ગુનો પણ પકડાયેલા આરોપી વિરુદ્ધ નોંધાયેલો છે.

હાઇવે ઉપર લૂંટના ગુનાનું પ્રમાણ હાલમાં દિન પ્રતિદિન વધી રહ્યું છે.ત્યારે એક નવી મોડસ ઓપરેન્ડીથી લૂંટને અંજામ આપતી ટોળકીનો મુખ્ય સૂત્રધાર મહેસાણા પોલીસ ના હાથે પકડાઈ ગયો છે. મહેસાણા પોલીસની ગિરફતમાં આવેલા શખ્સનું નામ છે.બિશનોઈ શ્રવણ રામ. આ શખ્સ મૂળ રાજસ્થાનના પંચપદરાનો રહેવાસી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ શખ્સ રાજસ્થાન અને ગુજરાતમાં અનેક લૂંટના ગુનાને અંજામ આપી ચુક્યો છે. શ્રવણ રામ અને તેની ટોળકી સામે રાજસ્થાન અને ગુજરાતમાં કુલ 24 કરતા વધુ લૂંટના ગુના નોંધાયેલા છે. શ્રવણરામની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો આ શખ્સ તની ટોળકી સાથે મળી કારમાં મુસાફર બનીને બેસતા અને તક મળતા જ કાર ચાલકને હથિયાર બતાવી રસ્તામાં ઉતારી દઈ કાર આથે ફરાર થઈ જાય છે.

આ જ મોડ્સ ઓપરેન્ડીથી શ્રવણ રામ અને તેની ટોળકીએ ગત તારીખ 7 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરથી બનાસકાંઠાના ઢીમા કાર લઈને જઈ રહેલા વેપારી રમેશ ચૌધરીને ઊંઝાના ઉનાવા પાસે લૂંટી લીધો. અને કાર અને રોકડ ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતાં. મહેસાણા પોલીસે બાતમી આધારે ઊંઝા નજીકથી આ ગુનાને અંજામ આપનાર મુખ્ય સૂત્રધારને ઝડપી લીધો છે.

રાજસ્થાનની આ કુખ્યાત ગેંગ ગુજરાતમાં આ પ્રકારે 10 કરતા વધુ ગુના આચરી ચુકી છે. જોકે હાલમાં આ ગેંગનો મુખ્ય સૂત્રધાર જ પોલીસને હાથ લાગ્યો છે. જ્યારે હજુ પણ આ ગેંગના શ્રી રામ પાબુ રામ બિશનોઇ અને ભગીરથ રામ બિશનોઈ હજુ ફરાર છે. આ ગેંગ અડાલજથી રમેશ ચૌધરીની કારમાં મુસાફર બનીને બેઠી હતી. અને ઊંઝાનું ઉનાવા આવતા ઉલટી થતી હોવાનું બહાનું બતાવી કાર ઉભી રખાવી હતી.

આ દરમિયાન પાછળ બેઠેલ શખ્સએ હથિયાર બતાવી રમેશ ચૌધરીને કારમાંથી ઉતરી જવા કહ્યું હતું. અને કારમાં રાખેલ 20 લાખ રોકડ ભરેલો થેલો અને કાર સાથે આ ત્રણ શખ્સ ફરાર થઈ ગયા હતાં. આગળ જઈને આ ત્રણ શખ્સએ કારની નંબર પ્લેટ બદલી નાંખી હતી. અને ત્યારબાદ રાજસ્થાન પહોંચી ગયા હતાં. જોકે મહેસાણા પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી હાલમાં કાર કબજે લીધી છે.

Next Article