MEHSANA : Online fraud, વિદેશ જવાની લ્હાયમાં યુવતીએ લાખો રૂપિયા ગુમાવ્યા

|

Jan 27, 2022 | 7:17 PM

ફરિયાદ મુજબ યુવતીએ ઇન્ડિયા ક્યુપીડ ડોટ કોમ નામની વેબસાઈટ પર મેસેજ કર્યો હતો. જ્યાં અજાણ્યા નંબરથી દિપક લહેરી નામના શખ્સે યુકે વર્ક પરમિટ વિઝા ફાઇલ કરી આપવાના બહાને રૂપિયા માંગ્યા હતા.

Mehsana : વિદેશ જવાની લ્હાયમાં લોકો સાથે અનેકવાર ઠગાઈની (Online fraud)ઘટનાઓ બનતી હોય છે. ઠગાઈની ઘટનાઓ બાદ પણ લોકો લાલચમાં આવી જઇ સોશિયલ મીડિયા (Social media)મારફતે અથવા એજન્ટ મારફતે વિદેશ (Abroad) જવાની લાયમાં લાખો રૂપિયા ખોઈ બેસે છે. ત્યારે આવી જ એક ઘટના બની છે મહેસાણામાં. જ્યાં એક શિક્ષિકા સાથે સોશિયલ મીડિયા મારફતે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે ભોગ બનેલી યુવતીએ સાયબર ક્રાઈમમાં (Cyber Crime)ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ યુવતીએ ઇન્ડિયા ક્યુપીડ ડોટ કોમ નામની વેબસાઈટ પર મેસેજ કર્યો હતો. જ્યાં અજાણ્યા નંબરથી દિપક લહેરી નામના શખ્સે યુકે વર્ક પરમિટ વિઝા ફાઇલ કરી આપવાના બહાને રૂપિયા માંગ્યા હતા. યુવતીએ દિપક લહેરી નામના શખ્સને કુલ 6 લાખ 8 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. બાદમાં દિપક લહેરી દ્વારા કોઈ પ્રત્યુત્તર ના મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મહેસાણામાં માનવ આશ્રમ સોસાયટીમાં રહેતી 33 વર્ષીય યુવતીએ લાખોની છેતરપિંડી થવા મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ મુજબ ડિસેમ્બર 2021 દરમિયાન યુવતીએ Indiacupid.com નામની વેબસાઈટ પર મેસેજ કર્યો હતો. જ્યાં અજાણ્યા નંબરથી દિપક લહેરી નામના ઇસમે યુ.કે વર્ક પરમીટ વિઝા ફાઇલ કરી આપવાના બહાને રૂપિયા માંગ્યા હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદઃ AMTSનું વર્ષ 2022-23નું સુધારા સાથેનું બજેટ રજૂ, સિનિયર સિટીઝન માટે AMTSમાં ફ્રી પાસ મળશે

આ પણ વાંચો : ANAND : બોરસદ રોશા ઠક્કર હત્યા કેસ, સાત આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો

Next Video