મદરેસામાં કુકર્મ, મૌલાનાએ આચર્યુ દુષ્કર્મ! સેલવાસમાં પીડિતાના મેડિકલ રિપોર્ટ બાદ આરોપી મૌલવીની ધરપકડ

મદરેસામાં કુકર્મ, મૌલાનાએ આચર્યુ દુષ્કર્મ! સેલવાસમાં પીડિતાના મેડિકલ રિપોર્ટ બાદ આરોપી મૌલવીની ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 8:19 AM

Rape Case: દાદરા નગર હવેલીના એક મદરેસામાં અભ્યાસ કરતી સગીર યુવતીએ પોતાના પર દુષ્કર્મ થવાના મુદ્દે મદરેસાના મૌલાના પર ગંભીર આરોપ લગાવ્યા હતા, જેના પગલે મૌલવીની ધરપકડ કરવામાં આવી છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં (Dadra and Nagar haveli) દુષ્કર્મના આરોપસર એક મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. સેલવાસના બાવીસા ફળિયા વિસ્તારમાં આ ઘટના બની છે. જ્યાં એક મદરેસામાં અભ્યાસ કરાવતા મૌલવી શેખ મોહમ્મદ તારીક (Maulvi Sheikh Muhammad Tariq) સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા આ કાર્યવાહી કરવામાં આવી છે. સગીરાના મેડિકલ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, સગીરા પર દુષ્કર્મ થયું હતું.

આ ખુલાસા બાદ પોલીસે મૌલાનાની ધરપકડ કરી છે. તો બીજી તરફ દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ પીડિતાના પરિવારજનો સહિત લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનોએ આરોપી મૌલાના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

જણાવી દઈએ કે દાદરા નગર હવેલીના એક મદરેસામાં અભ્યાસ કરતી સગીર યુવતીએ પોતાના પર દુષ્કર્મ થવાના મુદ્દે મદરેસાના મૌલાના પર ગંભીર આરોપ લગાવ્યા હતા, જેના પગલે પંથકમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. સગીરાએ આ આ અંગે પોતાના માતા-પિતાને ફરિયાદ કરતાં સગીરાના માતા-પિતાએ તાત્કાલિક સેલવાસ પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

મામલો ખૂબ જ ગંભીર હોવાથી પોલીસ કર્મચારીઓની હિલચાલ વધી ગઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ્વર સ્વામી અને એસડીપીઓ સિદ્ધાર્થ જૈન સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં એક્ટિવ મોડમાં જોવા મળ્યા હતા.

 

આ પણ વાંચો: આજથી 5 ડિસેમ્બર સુધી ભાજપની સંવિધાન ગૌરવ યાત્રા, CM ભૂપેન્દ્ર પટેલ યાત્રાની કરાવશે શરૂઆત

આ પણ વાંચો: Mandi: અમરેલી APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8800 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

g clip-path="url(#clip0_868_265)">