AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજથી 5 ડિસેમ્બર સુધી ભાજપની સંવિધાન ગૌરવ યાત્રા, CM ભૂપેન્દ્ર પટેલ યાત્રાની કરાવશે શરૂઆત

આજથી 5 ડિસેમ્બર સુધી ભાજપની સંવિધાન ગૌરવ યાત્રા, CM ભૂપેન્દ્ર પટેલ યાત્રાની કરાવશે શરૂઆત

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 7:49 AM
Share

Gujarat: 26 નવેમ્બર એટલે કે આજે બંધારણ દિવસથી ભાજપની સંવિધાન યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતમાં મુખ્યમત્રી આજે યાત્રાની શરૂઆત કરાવશે.

Gujarat: ભાજપ (BJP) દ્વારા સંવિધાન ગૌરવ યાત્રાનું (Samvidhan Gaurav yatra) આયોજન કર્યું છે. દેશભરમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં પણ સંવિધાન ગૌરવ યાત્રા નીકળશે. 26 નવેમ્બરના રોજ અરવલ્લી જિલ્લામાંથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સંવિધાન ગૌરવ યાત્રાની શરૂઆત કરાવશે. તો બીજી તરફ 6 ડિસેમ્બરના રોજ વડનગર ખાતે સી.આર.પાટીલ આ યાત્રાનું સમાપન કરશે.

તમને જણાવી દઈએ કે 26 નવેમ્બર સંવિધાન દિવસ (Samvidhan DIvas) તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે 26 નવેમ્બરથી આ બંધારણ દિવસના દિવસે ભાજપ દ્વારા બંધારણ ગૌરવ અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે. આ સમગ્ર અભિયાનની જવાબદારી ભાજપનો અનુસૂચિત મોરચો સંભાળી રહ્યો છે. તો યાત્રા સમગ્ર દેશમાં 26 નવેમ્બરથી શરૂ થશે અને 6 ડિસેમ્બર, બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસ સુધી ચાલશે. બીજેપી અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલ સિંહ આર્યએ કહ્યું હતું કે આ અભિયાન આખા દેશમાં ચાલશે.

ખરેખર તો આજના દિવસને ભારતના બંધારણને અપનાવવાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતની બંધારણ સભાએ 26 નવેમ્બર 1949 ના રોજ ભારતીય બંધારણને ઔપચારિક રીતે અપનાવ્યું હતું. તે જ બંધારણ 26 જાન્યુઆરી, 1950 ના રોજ અમલમાં આવ્યું હતું. બંધારણને અપનાવ્યા પછી તેને લાગુ કરવામાં બે મહિનાનો સમય લાગ્યો હતો.

 

આ પણ વાંચો: Petrol Diesel Price Today : આ રીતે જાણો શું છે આજે તમારા શહેરમાં એક લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

આ પણ વાંચો: Kutch: બાઈક ધીમે ચલાવવા બાબતમાં જૂથ અથડામણ, ટોળાએ વાહનો-દુકાનોને ચાંપી આગ

g clip-path="url(#clip0_868_265)">