Maharashtra: આતંકી ઝાકિર શેખને પાકિસ્તાનથી મળ્યા હતા નિર્દેશ, મુંબઈ લોકલ સહિત ભીડ વાળી જગ્યાઓ હતી ‘નિશાના’ પર

|

Oct 06, 2021 | 7:35 PM

Maharashtra ATS: એટીએસના જણાવ્યા મુજબ સમીર કાલિયાને 'ડી' કંપની તરફથી ભંડોળ, હથિયારો અને વિસ્ફોટકો પૂરા પાડવામાં આવી રહ્યા હતા.

Maharashtra: આતંકી ઝાકિર શેખને પાકિસ્તાનથી મળ્યા હતા નિર્દેશ, મુંબઈ લોકલ સહિત ભીડ વાળી જગ્યાઓ હતી નિશાના પર
મુંબઈ લોકલ ટ્રેન- પ્રતિકાત્મક તસવીર

Follow us on

Maharashtra: બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) દ્વારા દેશને હચમચાવી દેવાના કાવતરાના સંબંધમાં મુંબઈથી પકડાયેલા શંકાસ્પદ આતંકવાદી ઝાકિર હુસેન શેખ (Terrorist Zakir Hussain Sheikh) અંગે મહારાષ્ટ્ર એટીએસએ (Maharashtra ATS) નવા ખુલાસા કર્યા છે. ATS એ કહ્યું કે શેખને આતંકવાદી ઘટનાને અંજામ આપવા માટે પાકિસ્તાન (Pakistan) તરફથી સૂચનાઓ મળી રહી હતી.

મહારાષ્ટ્ર એટીએસના ચીફ વિનીત અગ્રવાલે (Vineet Aggarwal, Chief, Maharashtra ATS) બુધવારે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન શંકાસ્પદ આતંકવાદી ઝાકીર શેખના વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ (VOIP) કોલ પરથી ખબર પડી હતી કે તેને પાકિસ્તાન તરફથી કોલ આવ્યા હતા. તે પુષ્ટિ કરી શકાતી નથી કે નંબરો પાકિસ્તાનના હતા પરંતુ, IP એડ્રેસ પાકિસ્તાનનું છે.

ઝાકીર શેખ 11 ઓક્ટોબર સુધી એટીએસની કસ્ટડીમાં
ઝાકિર હુસેન શેખની 17 સપ્ટેમ્બરે મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ઝાકિર શેખ વિરુદ્ધ UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. શેખ 11 ઓક્ટોબર સુધી મહારાષ્ટ્ર એટીએસની કસ્ટડીમાં છે. આ સાથે તેના બે સાથી રિઝવાન મોમિન (Rizwan Momin) અને ઇરફાન શેખ (Irfan Shaikh) પણ કસ્ટડીમાં છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ઝાકિરે સ્વીકાર્યું હતું કે તે વિદેશમાં બેઠેલા વ્યક્તિના કહેવાથી કામ કરતો હતો
અગાઉ સપ્ટેમ્બરમાં મહારાષ્ટ્ર એટીએસએ જણાવ્યું હતું કે ઝાકિરે પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું હતું કે તે વિદેશમાં બેઠેલા વ્યક્તિના ઈશારે કામ કરી રહ્યો હતો. જો કે તે સમયે તે સ્પષ્ટ નહોતું કે કોલ પાકિસ્તાનથી આવ્યો હતો કે નહીં. તેની પૂછપરછના આધારે જ્યારે ATS મૂંબ્રા સ્થિત રિઝવાનના ભાડાના મકાન પર પહોંચી ત્યારે તેને ત્યાં વાંધાજનક દસ્તાવેજો મળ્યા.

મુંબઈ લોકલ ટ્રેન સહિત ઘણા ગીચ વિસ્તારોને હચમચાવાનો પ્રયાસ
મહારાષ્ટ્ર એટીએસના જણાવ્યા અનુસાર, ઝાકીર સહિતના ઘણા આતંકવાદીઓ મુંબઈની લોકલ ટ્રેન સહિત ઘણા ગીચ વિસ્તારોમાં બ્લાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ માટે આ સ્થળોની ગણતરી કરવામાં આવી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સમીર કાલિયાના ઈશારે ઝાકિરની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસના જણાવ્યા મુજબ સમીર કાલિયાને ‘ડી’ કંપની તરફથી ભંડોળ, હથિયારો અને વિસ્ફોટકો પૂરા પાડવામાં આવી રહ્યા હતા.

 

આ પણ વાંચો: RCB vs SRH, Highlights, IPL 2021: વિરાટ કોહલીની નજર 100 મી જીત પર, હૈદરાબાદ સાથે ટક્કર

આ પણ વાંચો: Banaskantha : અંબાજી મંદિરમાં નવરાત્રિને પગલે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર, ગરબાનો કાર્યક્રમ રહેશે મુલત્વી

Next Article