Maharashtra: થાણેમાં એક છોકરી સાથે છેતરપિંડી અને બળાત્કારનો કેસમાં કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી

|

Aug 27, 2021 | 5:13 PM

મહારાષ્ટ્રના (Maharashtra) થાણે (Thane) જિલ્લાની એક સ્થાનિક અદાલતે 23 વર્ષની છોકરી પર વારંવાર બળાત્કાર અને છેતરપિંડી કરવા બદલ એક વ્યક્તિને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

Maharashtra: થાણેમાં એક છોકરી સાથે છેતરપિંડી અને બળાત્કારનો કેસમાં કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી
પ્રતિકાત્મક તસવીર

Follow us on

મહારાષ્ટ્રના (Maharashtra) થાણે (Thane) જિલ્લાની એક સ્થાનિક અદાલતે 23 વર્ષની છોકરી પર વારંવાર બળાત્કાર અને છેતરપિંડી કરવા બદલ એક વ્યક્તિને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. એડિશનલ સેશન્સ જજ રાજેશ એસ ગુપ્તાએ આ ગુનાઓમાં દોષિત સાબિત થયા બાદ ગુરુવારે 33 વર્ષીય સ્ટીવન ઉર્ફે ઓબેરી ગોડફ્રે ડીક્રુઝને સજા ફટકારી હતી. આ સાથે કોર્ટે તેના પર 1.75 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.

ખરેખર, આ મામલો થાણે જિલ્લાનો છે. પીડિતાના બચાવ પક્ષના વકીલ રેખા હિવરલીએ કોર્ટને જણાવ્યું કે, આ કેસ નવેમ્બર 2014થી સપ્ટેમ્બર 2016 સુધીનો છે. આ દરમિયાન આરોપીએ પીડિતા સાથે લગ્નના બહાને યુવતી પર અનેક વખત બળાત્કાર કર્યો હતો. ફરિયાદીએ કહ્યું કે, પીડિતા અને આરોપી એક જ સંસ્થામાં કામ કરતા હતા અને બંને લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. બાદમાં તેણે પીડિતાને કહ્યું કે, તે પહેલાથી જ પરિણીત છે અને તેને બાળકો પણ છે.

પીડિતાએ આરોપી યુવક સામે ફરિયાદ નોંધાવી હતી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આવી સ્થિતિમાં ઘણી વખત આરોપી યુવતી પાસે પૈસા માંગતો હતો. યુવતીને ધમકી આપી હતી કે, જો તેને પૈસા નહીં આપવામાં આવે તો બંને લોકોના અશ્લીલ ફોટા વાયરલ કરી દેશે. જ્યાં એડવોકેટ હિવરલીએ કહ્યું કે, આ ડરને કારણે પીડિતાએ તેને થોડા લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ બાદમાં આરોપીની હરકતોથી કંટાળી ગયેલી યુવતીએ આરોપી યુવક વિરુદ્ધ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કોર્ટે આરોપીને ગંભીર કલમોમાં દોષિત ઠેરવ્યા

આ કેસમાં કોર્ટે આરોપીને IPCની કલમ 376 (2) (n) (વારંવાર બળાત્કાર) અને કલમ 420 (છેતરપિંડી) અને IT કાયદા હેઠળ ગુના માટે દોષિત ઠેરવ્યા છે. આ સાથે કોર્ટે આરોપીને દોષિત ઠેરવીને 10 વર્ષની જેલની સજા અને 1.75 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

(ઇનપુટ ભાષા)

Maharashtra : રાજકીય ડ્રામા બાદ નારાયણ રાણેની આજથી ફરી જન આશિર્વાદ યાત્રા શરૂ

Maharashtra : કેન્દ્રીય પ્રઘાન નારાયણ રાણે ફરીથી જન આશીર્વાદ યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. નારાયણ રાણે સહિત ભાજપના નેતાઓ દ્વારા કોંકણમાં જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવશે. CM ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ આપેલા નિવેદન પર રાજકીય ડ્રામા બાદ ભાજપે ફરી એક વખત રાણેની મુલાકાત (Jan Ashirwad Yatra) માટે તૈયારી કરી છે. ઉલ્લેખનીય છે કે,ગુરુવારે નારાયણ રાણેની તબિયત લથડી જતા તેમને લીલાવતી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જો કે તેમની તબિયત હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે.

આ પણ વાંચો: Rajasthan : મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત લથડી, છાતીમાં દુખાવો થતા સવાઈ માનસિંહ હોસ્પિટલમાં કરાયા દાખલ

આ પણ વાંચો: ‘અમારા સૈનિકોએ હજારો લોકોના જીવ બચાવતાં પોતાના જીવનું બલિદાન આપ્યુ છે,’ આતંકી હુમલાને લઇને બોલ્યા કમલા હેરિસ

Next Article