Narendra Giri death case : આનંદ ગિરિ અને આદ્યા તિવારીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા

|

Sep 22, 2021 | 5:40 PM

આ કેસમાં મુખ્ય ગુનેગાર તરીકે શકમંદ આનંદ ગિરિ અને આદ્યા તિવારીને જેલ હવાલે કરવામાં આવ્યાં છે.

Narendra Giri death case : આનંદ ગિરિ અને આદ્યા તિવારીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા
Mahant Narendra Giri's death case: Anand Giri and Adya Tiwari sent to 14-day judicial custody

Follow us on

PRAYAGRAJ : અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્રગિરિના મોત મામલે મોટા સમાચાર આવ્યાં છે. આ કેસમાં મુખ્ય ગુનેગાર તરીકે શકમંદ આનંદ ગિરિ અને આદ્યા તિવારીને જેલ હવાલે કરવામાં આવ્યાં છે. કોર્ટે આ બંને આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે.

આનંદ ગિરીની લગભગ 12 કલાક પૂછપરછ થઇ 
નરેન્દ્ર ગિરીના શિષ્ય આનંદ ગિરિની પ્રયાગરાજ પોલીસ લાઇનમાં લગભગ 12 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના મહંતજી સાથે તાજેતરના ભૂતકાળમાં કોઈ પણ પ્રકારનો વિવાદ થયો ન હતો. આનંદ ગિરિએ કહ્યું તેને ફસાવવાના પ્રયાસો ચાલુ છે, તેને નરેન્દ્ર ગિરી કેસ સાથે કોઈ લેવાદેવા નથી.

18 સભ્યો સાથેની SIT તપાસ કરી રહી છે
પ્રયાગરાજ એસએસપી દ્વારા રચાયેલી 18 સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) બે અધિકારક્ષેત્રના અધિકારીઓનો સમાવેશ કરશે.દરમિયાન, લખનૌમાં અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે રાજ્ય પોલીસે આનંદ ગિરીની અટકાયત કરી હતી. આનંદ ગિરીની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધાયા બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

બ્રહ્મલિન મહંત નરેન્દ્ર ગિરીને ભૂ-સમાધિ આપવામાં આવી
બાગંબરી મઠના મહંત નરેન્દ્ર ગિરી બ્રહ્મલિન બન્યા છે. તેમને બાગંબરી મઠમાં ભૂ-સમાધિ આપવામાં આવી હતી. તેમની છેલ્લી ઈચ્છા મઠમાં જ લીંબુના ઝાડ પાસે જમીનમાં સમાધિ આપવાની હતી, જેનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ હતો. પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ મુજબ તેમનું મોત ગૂંગળામણના કારણે થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ મહંત નરેન્દ્ર ગિરીના મૃતદેહને સંગમ ખાતે લઈ જઈ ગંગામાં સ્નાન કરાવવામાં આવ્યું હતું. તે પ્રસંગે યુપી સરકારના ઘણા મંત્રીઓ હાજર હતા. ગંગામાં સ્નાન કરાવ્યા બાદ તેમના મૃતદેહને બાગંબરી પીઠ ખાતે લાવવામાં આવ્યો અને ભૂ-સમાધિ આપવામાં આવી હતી.

આ પણ વાંચો :  અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા રાહત આપવાના મોટા નિર્ણય લેવામાં આવ્યા, જાણો કોને કેટલી સહાય મળશે

આ પણ વાંચો : NAAC પ્રમાણિત A+ ગ્રેડ ધરાવતી રાજ્યની એકમાત્ર અને પ્રથમ યુનિવર્સિટી બની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી

Published On - 5:18 pm, Wed, 22 September 21

Next Article