Viral Video: મેડમ લઈ રહ્યા હતા Online Class અને અચાનક ચાલવા લાગ્યો અશ્લીલ વિડીયો, હચમચી ઉઠ્યા વાલીઓ

|

Sep 20, 2021 | 8:44 AM

ગ્રુપ એડમિન ટીચરે વીડિયો હટાવી દીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણા લોકોએ તેને જોઈ લીધો હતો

Viral Video: મેડમ લઈ રહ્યા હતા Online Class અને અચાનક ચાલવા લાગ્યો અશ્લીલ વિડીયો, હચમચી ઉઠ્યા વાલીઓ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Viral Video:  કોરોના (Corona) રોગચાળાના વિનાશને કારણે, દેશભરની શાળાઓ (School colleges) અને કોલેજોમાં બાળકોના ઓનલાઇન (Online Class)વર્ગો લેવામાં આવી રહ્યા છે. બાળકોને લેપટોપ (laptop) અથવા સ્માર્ટફોન (Smart Phone) દ્વારા ઘરે શીખવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન રાજસ્થાનની રાજધાની જયપુરથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે.

જ્યાં શાળાના બાળકોના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો મોકલવાનો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષકે બાળકોના શિક્ષણ માટે એક ગ્રૂપ બનાવ્યું હતું. ઓનલાઈન ક્લાસ લેતી વખતે બાળકોના મોબાઈલ પર પોર્ન ફિલ્મ ચાલવા લાગી હતી. ગ્રુપ એડમીને વિડીયો પણ હટાવી દીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણા લોકોએ તેને જોઈ લીધો હતો. શિક્ષકે આ બાબતે શાળાના આચાર્યને જાણ કરી હતી. તે જ સમયે, મામલાની ગંભીરતા જોઈને આચાર્યએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી. જોકે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

રાજસ્થાનની રાજધાની જયપુરની એક ખાનગી શાળાના વોટ્સએપ ગ્રુપ પર ક્લાસ ચાલી રહ્યો હતો. આ દરમિયાન એકાએક, અશ્લીલ વીડિયો બાળકોના મોબાઇલ પર ચાલવા લાગ્યો. જે બાદ બાળકોએ વાલીઓને વીડિયો વિશે માહિતી આપી. આવી સ્થિતિમાં વાલીઓમાં હલચલ મચી ગઈ હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ કૃત્ય જોઈને બાળકોના વાલીઓ પરેશાન હતા કે આ શરમજનક ઘટના કેવી રીતે બની. જે સમયે આ બાબત પ્રકાશમાં આવી ત્યારે શાળાના મેડમ દ્વારા વર્ગ લેવામાં આવી રહ્યો હતો. જોકે આ પછી ગ્રુપ એડમિન ટીચરે વીડિયો હટાવી દીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણા લોકોએ તેને જોઈ લીધો હતો. ત્યારે શાળાના આચાર્યએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 13 સપ્ટેમ્બરે એક ટીચર બાળકો માટે ઓનલાઈન ક્લાસ લઈ રહી હતી. આ દરમિયાન અચાનક કોઈએ ગ્રુપમાં એક અશ્લીલ વીડિયો શેર કર્યો. આ વીડિયો જોયા બાદ બાળકોના પરિવારના સભ્યોએ આ બાબતે આચાર્યને ફરિયાદ કરી હતી. આ પછી આચાર્યએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી. અત્યારે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ગ્રુપમાં અશ્લીલ વીડિયો મોકલનાર વ્યક્તિ કોણ છે.

આ પણ વાંચો: ઐશ્વર્યા રાય બચ્ચને ‘Ponniyin Selvan’નું શૂટિંગ કર્યું પૂરું, પોસ્ટર શેર કરીને જણાવ્યું ક્યારે થશે ફિલ્મ રિલીઝ

આ પણ વાંચો: CM Charanjit Singh Channi: ચરણજીત સિંહ ચન્ની આજે લેશે શપથ, આ રહી પંજાબના નવા CMની જાણી-અજાણી વાતો

Next Article