Vadodara: પ્રેમ પ્રકરણમાં એક જ કોમના બે જુથ વચ્ચે પથ્થરમારો, યુવતી-યુવક અને તેના પિતા ઇજાગ્રસ્ત

|

May 16, 2022 | 9:36 AM

વડોદરાના (Vadodara) સાવલી તાલુકાના ન્હારા ગામે એક જ કોમના બે ટોળા વચ્ચે પથ્થરમારો (Stone pelting) થયો. પ્રેમ પ્રકરણને લઈને એક જ જૂથના બે ટોળા વચ્ચે પથ્થરમારો થયો હતો.

Vadodara: પ્રેમ પ્રકરણમાં એક જ કોમના બે જુથ વચ્ચે પથ્થરમારો, યુવતી-યુવક અને તેના પિતા ઇજાગ્રસ્ત
stone pelting between mobs of same community

Follow us on

વડોદરા (Vadodara) શહેરમાં ફરી બે જુથો વચ્ચે પથ્થરમારાની (stone pelting) ઘટના બની છે. પ્રેમ પ્રકરણનો મામલો લોહીયાળ બની ગયો છે. પ્રેમી યુવક દ્વારા યુવતી અને તેના પરિવારનો પર તેમજ યુવતી દ્વારા યુવક અને તેના પરિવારજનો પર હુમલો (Attack) કરવાની ઘટના બની છે. આ ઘટના બાદ એક જ કોમના બંને જુથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ઘટનામાં ઇજાગ્રસ્ત યુવક, યુવતી અને યુવકના પિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રેમ પ્રકરણમાં લોહીયાળ જંગ ખેલાયો

વડોદરાના સાવલી તાલુકાના ન્હારા ગામે એક જ કોમના બે ટોળા વચ્ચે પથ્થરમારો થયો. પ્રેમ પ્રકરણને લઈને એક જ કોમના બે ટોળા વચ્ચે પથ્થરમારો થયો હતો. મળતી માહિતી મુજબ પ્રેમ પ્રકરણને લઇ છેલ્લા કેટલાક દિવસથી સામાન્ય બોલાચાલી થઇ રહી હતી. જેમાં પ્રેમી યુવક દ્વારા યુવતી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઇ મામલો બિચક્યો હતો. તો સામે ગામમાં રહેતી યુવતીના પરિવારજનો યુવકના ઘરે પહોંચી જઈ ઝઘડો કર્યો હતો અને પ્રેમી યુવકના ઘરે પથ્થરમારો કર્યો હતો.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

બંને પક્ષના સભ્યો ઇજાગ્રસ્ત

પથ્થરમારામાં યુવક અને યુવકના પિતા ઘાયલ થયા હતા. યુવક યુવતી તેમજ યુવકના પિતાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાની જાણ પોલીસને થતા જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ન્હારા ગામે પહોંચ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી.

બીજી તરફ વડોદરામાં કોર્પોરેશન દ્વારા ઓપી રોડ પર બે મંદિર તોડી પાડવાના મુદ્દાએ શહેરમાં ચર્ચા જગાવી છે. શહેરના ઓપી રોડ પર મનીષા ચોકડીથી ઓલ્ડ પાદરા રોડ પર બની રહેલ ઓવર બ્રિજના આસપાસનો માર્ગ પહોળા કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (Corporation) દ્વારા નાના મોટા દબાણો હટાવવામાં આવી રહ્યા છે,ગત 12 મેની મધરાતે રોક સર્કલ નજીકથી ભાથુજી મહારાજનું મંદિર અને હનુમાનજી મંદિર કોર્પોરેશનના સ્ટાફ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. જેનો વિરોધ થઇ રહ્યો છે.

Next Article