Kutch: નેર ગામે દલિત પરિવાર પર મંદિરમાં પ્રવેશ મુદ્દે હુમલાની ઘટનામાં સામા પક્ષે નોંધાવી ફરિયાદ! જાણો સમગ્ર વિગત

|

Nov 23, 2021 | 7:43 AM

Kutch: નેર ગામે દલિત પરિવાર પર મંદિર બાબતે હુમલાની ઘટનામાં હવે સામા પક્ષે હેરાનગતિની ફરિયાદ નોંધાવી છે. આ સાથે જ ગામજનો ઉગ્ર વિરોધ પણ કરી રહ્યા છે.

Kutch: નેર ગામે દલિત પરિવાર પર મંદિરમાં પ્રવેશ મુદ્દે હુમલાની ઘટનામાં સામા પક્ષે નોંધાવી ફરિયાદ! જાણો સમગ્ર વિગત
Bhachau Ner attack case

Follow us on

કચ્છમાં (Kutch) ભચાઉના નેર ગામે દલિત પરિવાર (Dalit Family) પર મંદિરમાં પ્રવેશ નવો વળાંક આક્યો છે. દલિત પરિવાર પર મંદિરમાં પ્રવેશથી હુમલાની ઘટનામાં (Attack) હવે સામા પક્ષે હેરાનગતિની ફરિયાદ નોંધાવી છે. ગામમાં કેટલાક લોકોનો આરોપ છે કે, હુમલાની ઘટનામાં જે ફરિયાદ નોંધાઇ છે તેમાં કેટલાક ખોટા નામો સંડોવી દેવાયા છે. જેના વિરોધ સાથે ગામલોકોએ પોલીસ સ્ટેશન (Police Station) બહાર ઉગ્ર દેખાવો કર્યો હતો. દેખાવકારોએ ખોટી પોલીસ કાર્યવાહી સામે ગામમાંથી હીજરત કરવાનો સમય આવશે તેવા બેનરો સાથે વિરોધ દર્શાવ્યો હતો.

આ વિરોધ કરતા સમયે ગ્રામજનોએ જ્યા સુધી ન્યાય ન મળે ત્યા સુધી વિરોધ યથાવત રાખવાની પણ ચિમકી ઉચ્ચારી છે. તમને જણાવી દઈએ કે થોડાક અઠવાડિયા અગાઉ નેર ગામે દલિત પરિવાર પર હુમલાની ઘટના સામે આવી હતી.  તો આ કેસમાં અત્યાર સુધીમાં ઘણા લોકોને પોલીસે ઝડપી ઓન પાડ્યા છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પૂર્વ કચ્છ પોલીસે 12 ટીમો બનાવી હતી. મહત્વનું છે કે મંદિરમાં દર્શન કરવા બાબતે દલિત પર હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વિવાદ વધતા હવે પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું હતું.

કચ્છમાં દલિત અત્યાચાર મામલે રાજકારણ પણ ગરમાયું હતું. કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ આંદોલનની જાહેરાત કરી હતી. કહ્યું હતું કે, કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વરણું ગામે દલિત સમાજની મંડળીની જમીનમાં મંદિર ઉભુ કરવામાં આવ્યું છે. એ મંદિરમાં દલીત સમાજના લોકો 1 તારીખે પ્રવેશ કરશે. સરકાર પર ગંભીર આક્ષેપ કરતા જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, સરકારે રાજ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે તકેદારી લેવી જોઈએ પરંતુ સરકાર આ મુદ્દે મૌન છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અનુસૂચિત જાતિના લોકો થયેલા અત્યાચારની ઘટનામાં રાજ્ય સરકારે ભોગ બનનાર 6 વ્યક્તિઓ 21 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. બીજી તરફ આ ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે, ત્યાં અહાવે સામા પક્ષે પણ હેરાનગતિની ફરિયાદ કરી છે. ગામમાં કેટલાક લોકોનો આરોપ છે કે, હુમલાની ઘટનામાં જે ફરિયાદ નોંધાઇ છે તેમાં કેટલાક ખોટા નામો સંડોવી દેવાયા છે. આ બાબતને લઈને હવે ગામજનો ઉગ્ર વિધો પણ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: દેશનો સૌથી મોટો IPO લાવનાર Paytm નો શેર 2 દિવસમાં 33 ટકા તૂટ્યો! રોકાણકારો ચિંતાતુર બન્યા

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીનો ઐતિહાસિક નિર્ણય: GU ના વિદ્યાર્થીઓ હવે અડધી રાત્રે પણ પરીક્ષા આપી શકશે, જાણો વિગત

Published On - 7:42 am, Tue, 23 November 21

Next Article