ગુજરાત યુનિવર્સિટીનો ઐતિહાસિક નિર્ણય: GU ના વિદ્યાર્થીઓ હવે અડધી રાત્રે પણ પરીક્ષા આપી શકશે, જાણો વિગત

Ahmedabad: કોરોના બાદ શિક્ષણની પદ્ધતિ બદલાઈ છે. તો હવે પરીક્ષાની પદ્ધતિ બદલતા GU એ PGના વિદ્યાર્થીઓએ માટે રાહતની જાહેરાત કરી છે. PGના કોર્ષમાં વિદ્યાર્થીઓ માટે ઓન ડિમાન્ડ પરીક્ષા યોજવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 7:20 AM

અમદાવાદ (Ahmedabad) સ્થિત ગુજરાત યુનિવર્સિટીએ (Gujarat University) ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હવે અડધી રાત્રે પણ પરીક્ષા આપી શકે છે. એટલે કે ગુજરાતમાં સૌપ્રથમ વખત GU માં PG ના વિદ્યાર્થીઓને ઓન ડિમાન્ડ પરીક્ષાનો (On demand exam) વિકલ્પ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ઘણા વિદ્યાર્થીઓ માટે આ રાહતના સમાચાર છે. ગુજરાત યુનિવર્સિટીમાં PG ના કોર્ષમાં વિદ્યાર્થીઓની ઓન ડિમાન્ડ પર પરીક્ષા લેવાશે.

તો નવા નિયમ પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા PG ના વિદ્યાર્થી ઈચ્છે ત્યારે ઓનલાઇન પરીક્ષા આપી શકશે. તો આ પરીક્ષાને લઈને GU ના વિદ્યાર્થીને ઓનલાઇન અને ઓફલાઈન વિકલ્પ આપવામાં આવશે. કોરોના બાદ શિક્ષણની પરિસ્થિતિ બદલાતા પરીક્ષાની પદ્ધતિ પણ બદલાઈ છે.

કોરોના શરુ થયા બાદ શિક્ષણની પદ્ધતિ બદલાઈ છે. તો હવે પરીક્ષાની પદ્ધતિ બદલતા GU એ PGના વિદ્યાર્થીઓએ માટે રાહતની જાહેરાત કરી છે. PGના કોર્ષમાં વિદ્યાર્થીઓ માટે ઓન ડિમાન્ડ પરીક્ષા યોજવામાં આવશે. જેમાં વિદ્યાર્થી GU એ નક્કી કરેલા ધોરણ મુજબ પરીક્ષા આપી શકશે. તો સારી વાત એ છે કે તુરંત જ તેનું પરિણામ પણ મળશે.

ઓન ડિમાન્ડ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ ગમે ત્યારે ગમે ત્યાંથી પરીક્ષા આપી શકશે. જી હા આમાં પરીક્ષા માટે કોઈ સમય સ્થાન નક્કી કરવામાં નહીં આવે. વિદ્યાર્થીઓને માત્ર ઓનલાઈન પરીક્ષા જ આપવાની રહેશે.આ સાથે ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ તો રહેશે પરંતુ ઓન ડિમાન્ડ નો વિકલ્પ આપવામાં આવશે.

 

આ પણ વાંચો: નીતિન પટેલ કરી હળવી મજાક, કહ્યું કે પહેલા વિજયભાઈ અને હવે ભૂપેન્દ્રભાઈ હું તો ..

આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેર કર્યા નવા નિયમો,હવે કોલેજ અને યુનિવર્સિટી પરિસરમાં હેલ્મેટ વિના પ્રવેશ પર પ્રતિબંધ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">