Bengal Terrorists Arrest: JMBએ આતંકવાદીઓનું નેટવર્ક વિસ્તારવાનું ષડયંત્ર રચ્યું, NIAની ચાર્જશીટમાં થયો ખુલાસો

કોલકાતામાંથી ધરપકડ કરાયેલા જેએમબી આતંકવાદીઓ સામે રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં NIAએ દાવો કર્યો છે કે જમાત-ઉલ-મુજાહિદ્દીન, બાંગ્લાદેશના આતંકવાદીઓએ કોલકાતાથી દેશભરમાં નેટવર્ક વિસ્તારવાનું ષડયંત્ર રચ્યું હતું.

Bengal Terrorists Arrest: JMBએ આતંકવાદીઓનું નેટવર્ક વિસ્તારવાનું ષડયંત્ર રચ્યું, NIAની ચાર્જશીટમાં થયો ખુલાસો
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 6:25 PM

કોલકાતામાંથી ધરપકડ કરાયેલા જેએમબી આતંકવાદીઓ સામે રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દાવો કર્યો છે કે જમાત-ઉલ-મુજાહિદ્દીન, બાંગ્લાદેશ (JMB)ના આતંકવાદીઓએ કોલકાતાથી દેશભરમાં નેટવર્ક વિસ્તારવાનું ષડયંત્ર રચ્યું હતું.

ગત જુલાઈમાં કોલકાતામાંથી જેએમબીના પાંચ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. NIAની 60 પાનાની ચાર્જશીટમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, આતંકવાદીઓએ કોલકાતાથી જેએમબીનું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાવવાનું કાવતરું ઘડ્યું હતું. આતંકવાદીઓને નેટવર્કના વિસ્તરણ માટે વ્યવસ્થિત રીતે બાંગ્લાદેશથી તેમના આકાઓની મદદ મળી રહી હતી. ચાર્જશીટમાં અન્ય કેટલાક મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નઝીઉર રહેમાન, રબીઉલ ઈસ્લામ, મિકાઈલ ખાન, અબ્દુલ મન્નાન અને રાહુલ કુમાર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. NIAની તપાસ મુજબ નઝીઉર રહેમાન કોલકાતામાં જેએમબીનો વડા હતો. બાંગ્લાદેશના આ પાંચ રહેવાસીઓ પેડલર્સની આડમાં મહાનગરમાં રહેતા હતા. તેઓ નકલી આધાર કાર્ડ અને મતદાર આઈડી સાથે કોલકાતામાં રહેતા હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આતંકવાદીઓ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને કોલકાતા પહોંચ્યા હતા

ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, આ લોકો ઉત્તર 24 પરગણાની સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે કોલકાતા આવ્યા હતા. બાંગ્લાદેશમાં આ આતંકવાદીઓ વિરુદ્ધ ઘણા અપરાધિક કેસ છે. તેઓ કોલકાતાના હરિદેબપુરમાં પડાવ નાખી રહ્યા હતા. આ માહિતી મળ્યા બાદ કોલકાતા પોલીસના STFએ ગયા જુલાઈમાં તેની ધરપકડ કરી હતી.

આતંકવાદીઓ વિરુદ્ધ ગેરકાયદેસર ગતિવિધિઓ નિવારણ અધિનિયમ (UAP)ની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. ચાર્જશીટમાં તેમની પાસેથી મળી આવેલા અનેક જેહાદી દસ્તાવેજોનો ઉલ્લેખ છે. આ પહેલા જેએમબીના અન્ય એક આતંકી અનવર હુસૈન ઉર્ફે ઈમાનની કોલકાતામાંથી ધરપકડ કરવામાં આવી હતી. આતંકીઓ હાલ કોલકાતાની દમદમ સેન્ટ્રલ જેલમાં બંધ છે. તપાસકર્તાઓ તપાસ કરી રહ્યા છે કે શું અનવર જેલમાંથી આતંકવાદી નેટવર્ક ચલાવી રહ્યો છે.

કોલકાતાના દક્ષિણ 24 પરગણા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે થોડા અઠવાડિયા પહેલા NIAએ પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાંથી જમાત-ઉલ-મુજાહિદ્દીનના એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી હતી. તે બાંગ્લાદેશનો રહેવાસી હતો. બે વર્ષ પહેલા જ ભારત આવ્યો હતો. તેની પાસેથી નકલી આધાર કાર્ડ અને નકલી મતદાર કાર્ડ પણ મળી આવ્યા છે. ગુપ્તચર માહિતીના આધારે NIA દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા મુર્શિદાબાદ, માલદા અને દક્ષિણ 24 પરગણામાંથી આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Ahmedabad: મહિલા પોલીસ સ્ટેશનની ચર્ચાસ્પદ ઘટના, મહિલાને બજારમાં વેચી નાખવાની ધમકી આપનાર નણદોઈની થઈ ધરપકડ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો: PNB Recruitment 2022: પંજાબ નેશનલ બેંકમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી, જલ્દી કરો અરજી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">