Jamnagar: વૃધ્ધનું અપહરણ કરનાર 3 આરોપીની ધરપકડ, વ્યાજે લીધેલા પૈસા વસુલવા માટે અપહરણ કરાયું
જામનગર (Jamnagar) શહેરના શ્રૃતિ પાર્ક, નારાયણનગર શેરી નં.- ૨ હરીયા કોલેજ પાછળ, વસવાટ કરતા અરવિંદભાઇ વિરજીભાઇ સંઘાણીએ આશીષ ચાંદ્રા પાસેથી 5 % લેખે 7 લાખ આજથી છ મહીના પહેલા લીધા હતા

Jamnagar: બે દિવસ પહેલા દરીયાકાંઠાનો વિસ્તાર ધરાવતા જીલ્લામાં ઓપરેશન સાગર-સુરક્ષા કવચની બે દિવસીય કરવામાં આવી. જે દરમિયાન દેવભુમિ દ્વારકાની ઓખા પોલીસની (Police) સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગની કામગીરી દરમિયાન એક વૃધ્ધને (OLD MEN) અપહરણકર્તાથી મુકત કરવામાં પોલીસને સફળતા મળી. જામનગરના નિવૃત વૃધ્ધને અપહરણમાંથી (Kidnapping)મુકત કરવામાં આવ્યો.
જામનગર શહેરમાં વસવાટ કરતા અરવિંદભાઈ સંઘાણી નામના વૃદ્ધે 7 લાખ વ્યાજ પર લીધા હતા. જે 7 લાખના 20 લાખ કઢાવવા વૃદ્ધનું અપહરણ કરી ઢોર માર મારનાર 3 શખ્સો સામે સી-ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.
જામનગર શહેરના શ્રૃતિ પાર્ક, નારાયણનગર શેરી નં.- ૨ હરીયા કોલેજ પાછળ, વસવાટ કરતા અરવિંદભાઇ વિરજીભાઇ સંઘાણીએ આશીષ ચાંદ્રા પાસેથી 5 % લેખે 7 લાખ આજથી છ મહીના પહેલા લીધા હતા, તેના બદલામાં ફરિયાદી અરવિંદભાઈ નિયમીત વ્યાજ ચુકવતા હોવાનું પોલીસને જણાવ્યું છે. જે બાદ આરોપીએ અવારનવાર ફોન કરી 20 લાખની માંગણી કરતા હોય ફરિયાદી અરવિંદભાઈથી પૈસાની સગવડ ન થતા આરોપીઓ આશિષ ચાંદ્રા, જીગ્નેશ ઉર્ફે જીગો ચાંદ્રા હાર્દિક ભટ્ટી અને અન્ય એક અજાણ્યા ઇસમે પુર્વ યોજીત કાવત્રુ રચી અરવિંદભાઈના મકાને જઇ મારી નાખવાની ધમકી આપી,
બાદમાં બળજબરીથી કાર નં. GJ 10BG 9915માં અપહરણ કર્યુ હતુ. ત્યાંથી લાવડીયા ગામે સીમ વિસ્તારમાં કોઇ વાડીમાં લઇ જઇ ગોંધી રાખી, ત્યાં આરોપીઓ અરવિંદભાઈને બેઝબોલના ધોકા અને ઇલેકટ્રીક કેબલના વાયર અને ચામડા પટ્ટા વડે આડેધડ મારમારી શરીરે જુદી-જુદી જગ્યાએ નાની મોટી 17 મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. આ દરમ્યાન મારી નાખવાની ધમકીઓ આપી હતી. અને રૂપીયા 20 લાખ આપવાની બળજબરીથી કબુલાત કરાવી અને ફરીયાદી અરવિંદભાઈના ફોનથી તેના ભાઈ પરસોતમભાઇને ફોન કરાવી. આ દરમ્યાન મકાનની ફાઇલ પણ બળજબરીથી પડાવી લીધી હતી. અને તે પછી લાવડીયાથી દ્વારકા અને બેટ દ્વારકા સુધી મુંઢ મારમારી અપહરણ કર્યા સબબની ફરિયાદ ફરિયાદીએ સીટી સી-ડિવિઝનમાં પોલીસ ફરીયાદમાં નોધાયું છે.
દેવભુમિ દ્વારકાના ઓખા તરફ વાહનમાં અપહરણ કરીને લઈ જતી વખતે ઓખા વાહન ચેકીંગ ચાલી રહ્યું હતું. ત્યાં પોલીસ આવતા અપહરણ થયેલા અરવિંદભાઈ પોલીસની મદદ માંગતા, પોલીસે અપહરણ કરનારને અટક કરી જામનગર પોલીસને સોંપ્યા છે. હાલ જામનગર સીટી સી ડીવીઝન પીઆઈ કૃણાલ ગાધે વધુ તપાસ આરંભી છે. જામનગર પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.