Jammu Kashmir: શોપિયાંમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, મોટી સંખ્યામાં શસ્ત્રો મળી આવ્યા

|

Sep 23, 2021 | 9:31 AM

આતંકવાદીને આત્મસમર્પણ કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે તેમ કર્યું નહીં. બાદમાં તે એન્કાઉન્ટર દરમિયાન માર્યો ગયો હતો. તેની પાસેથી એક પિસ્તોલ અને દારૂગોળો પણ મળી આવ્યો

Jammu Kashmir: શોપિયાંમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, મોટી સંખ્યામાં શસ્ત્રો મળી આવ્યા
Terrorist shot dead in encounter with security forces in Shopian

Follow us on

Jammu Kashmir: જમ્મુ -કાશ્મીરના શોપિયાંના કુશવા વિસ્તારમાં ગુરુવારે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. જમ્મુ -કાશ્મીર પોલીસે જણાવ્યું કે, ગત રાત્રે એક આતંકવાદી અનાયત અશરફ ડારે કાશવા ગામમાં એક નાગરિક પર ગોળીબાર કર્યો હતો અને તેને ઘાયલ કર્યો હતો. તે જ સમયે, સૂત્રો પાસેથી માહિતી મળ્યા બાદ, કાશ્મીર પોલીસે કુશવા ગામમાં CASO ઓપરેશન શરૂ કર્યું અને વિસ્તારને કોર્ડન કરી લીધો.

તેમણે કહ્યું કે અગાઉ આતંકવાદીને આત્મસમર્પણ કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે તેમ કર્યું નહીં. બાદમાં તે એન્કાઉન્ટર દરમિયાન માર્યો ગયો હતો. તેની પાસેથી એક પિસ્તોલ અને દારૂગોળો પણ મળી આવ્યો છે. ઘાયલ નાગરિક હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. ગોળી વાગનાર વ્યક્તિની ઓળખ વ્યવસાયે દુકાનદાર અને ડાંગરપોરા ચિત્રગામ કલાનનો રહેવાસી જમીર અહેમદ ભાટ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, ભટને તેના પગમાં ગોળી વાગી હતી અને તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. જમ્મુ -કાશ્મીર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “રાત્રે 9:45 ની આસપાસ શોપિયાં પોલીસને શોપિયાંના ચિત્રગામ કલાન વિસ્તારમાં આતંકવાદી હુમલાની માહિતી મળી હતી, જ્યાં આતંકવાદીઓએ એક નાગરિક પર ગોળીબાર કર્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

બડગામમાં પણ આતંકી હુમલો થયો હતો

આ પહેલા સુરક્ષા દળો પર આતંકી હુમલાના સમાચાર સામે આવ્યા હતા. મંગળવારે પણ બડગામમાં સુરક્ષા દળો પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં એક નાગરિક ઘાયલ થયો હતો, ત્યારબાદ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. બીજી બાજુ, કુલગામમાં શુક્રવારે બે આતંકી હુમલા થયા હતા જેમાં એક રેલવે કોન્સ્ટેબલ શહીદ થયો હતો. 

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ શામફોર્ડ સ્કૂલ પાસે નાથજીના પુત્ર બન્ટુ શર્મા તરીકે ઓળખાતા રેલવે કોન્સ્ટેબલ પર ગોળીબાર કર્યો હતો. તેને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તે જ સમયે, હુમલા પછી તરત જ, હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો.

Next Article