Jammu-Kashmir: આઝાદીની ઉજવણી પહેલા જમ્મુ -કાશ્મીરને હચમચાવવાના પ્રયાસો, ડોડા જિલ્લામાંથી મળ્યા મોટા પાયે હથિયારો

|

Aug 14, 2021 | 8:18 AM

જમ્મુ અને કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસ પહેલા, રાષ્ટ્રીય રાજમાર્ગ પર હુમલો કરવાની યોજના ધરાવતો પાકિસ્તાની આતંકવાદી કુલગામ જિલ્લામાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો

Jammu-Kashmir: આઝાદીની ઉજવણી પહેલા જમ્મુ -કાશ્મીરને હચમચાવવાના પ્રયાસો, ડોડા જિલ્લામાંથી મળ્યા મોટા પાયે હથિયારો
Attempts to shake Jammu and Kashmir ahead of Independence Day celebrations, large arms recovered from Doda district

Follow us on

Jammu-Kashmir: ભારતીય સેના (Indian Army) અને જમ્મુ -કાશ્મીર પોલીસે (Jammu-Kashmir Police) શુક્રવારે સંયુક્ત ઓપરેશન (Joint Operation) દરમિયાન મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. આ સંયુક્ત ઓપરેશન ડોડા જિલ્લા (Doda District)ના સરોલા જંગલમાં (Sarola Forest) હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે જંગલની એક ગુપ્ત જગ્યાએથી એક ચાઇનીઝ પિસ્તોલ, 12 બોરની રાઇફલ, બે દેશી બનાવટની હેન્ડગન, પાંચ ચાઇનીઝ ગ્રેનેડ અને વિસ્ફોટકો મળી આવ્યા છે. સેનાએ કહ્યું કે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ સાથે જ શુક્રવારે જમ્મુ -કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાંથી હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા આતંકવાદના માર્ગ પર આવેલા મુઝમ્મિલ શાહની પોલીસ, સેના અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં પાટીમુહલ્લા પાલ્મરના કુલના જંગલ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.

કુલગામમાં સુરક્ષા દળો માટે મોટી સફળતા

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તેમણે કહ્યું કે પોલીસે તેના કબજામાંથી એક ગ્રેનેડ, એક મેગેઝિન અને AK-47 રાઇફલના 30 રાઉન્ડ જપ્ત કર્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ડેક્કન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને આ મામલે તપાસ ચાલી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસ પહેલા, રાષ્ટ્રીય રાજમાર્ગ પર હુમલો કરવાની યોજના ધરાવતો પાકિસ્તાની આતંકવાદી કુલગામ જિલ્લામાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો, જે સુરક્ષા દળો માટે મોટી સફળતા ગણવામાં આવી રહી છે.

જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બીએસએફના કાફલા પર એક મકાનમાં છૂપાયેલા બે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો ત્યારે રાતોરાત એન્કાઉન્ટર શરૂ થયું હતું, અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું. આતંકવાદીઓની હિલચાલ પર નજર રાખવા માટે સુરક્ષા દળોએ ડ્રોનની મદદ લીધી હતી. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) વિજય કુમારે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ પાકિસ્તાનના ઉસ્માન તરીકે થઈ છે, જે છેલ્લા છ મહિનાથી સક્રિય ખતરનાક આતંકવાદી હતો.

Next Article