ઝઘડિયામાં હિટ એન્ડ રનની ઘટનામાં 4 મહિલાઓના મોતની ઘટના બાદ ગુમાનદેવના મહંત ઉપર હુમલા બાબતે ટોળા સામે લૂંટ અને માર મારવાની ફરિયાદ

|

Oct 29, 2020 | 10:20 PM

ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિર પાસે બુધવારે સવારમાં સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ મહંતને ટોળાએ ટાર્ગેટ કરી હુમલો કરવાની ઘટના હવે તુલ પકડી રહી છે. ટોળાએ મહંતને માર મારી રોકડા સહિત ₹5.80 લાખની ધાડ ચલાવી હોવાની મહંત દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે. ઘટનાના પગલે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ગુમાનદેવ દોડી ગયા હતા. જેમને તંત્ર સામે નારાજગી વ્યક્ત […]

ઝઘડિયામાં હિટ એન્ડ રનની ઘટનામાં 4 મહિલાઓના મોતની ઘટના બાદ ગુમાનદેવના મહંત ઉપર હુમલા બાબતે ટોળા સામે લૂંટ અને માર મારવાની ફરિયાદ

Follow us on

ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિર પાસે બુધવારે સવારમાં સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ મહંતને ટોળાએ ટાર્ગેટ કરી હુમલો કરવાની ઘટના હવે તુલ પકડી રહી છે. ટોળાએ મહંતને માર મારી રોકડા સહિત ₹5.80 લાખની ધાડ ચલાવી હોવાની મહંત દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે. ઘટનાના પગલે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ગુમાનદેવ દોડી ગયા હતા. જેમને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઝઘડિયાના પ્રખ્યાત ગુમાનદેવ તીર્થ પાસે કોઈ અજાણ્યા વાહનની અડફેટે 4 મહિલાઓના મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઘટનાસ્થળ નજીક ગુમાનદેવ મંદિરના સીસીટીવી કેમેરા ચાલુ ન હોવાનો મામલો બિચક્યો હતો. મહંત મનમોહન દાસજીને માર મારવામાં આવ્યો હતો. ઈજાઓ પહોંચતા મહંતને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહંત મનમોહનદાસજી પર હુમલા બાદ લૂંટની ઘટના પણ બની હોવાનું પોલીસને જણાવ્યું હતું. ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં રૂપિયા 4.50 લાખ રોકડા, ચાંદીની એક ઈંટ અને દાગીનાની લૂંટની ફરિયાદ કરાઈ છે. મહંતે ઝઘડિયા પોલીસ મથકે ટોળા સામે જીવલેણ હુમલો તેમજ ₹5.80 લાખની લૂંટની ફરિયાદ નોંધાવી છે. ઘટનાના ઘેરા પ્રત્યાઘાત આગામી દિવસોમાં પડે એમ હાલ લાગી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article