Israel Embassy Blast : દિલ્હી પોલીસે કારગીલથી 4 શંકાસ્પદ વિદ્યાર્થીઓની ધરપકડ કરી

|

Jun 24, 2021 | 11:41 PM

Israel Embassy Blast : 29 જાન્યુઆરીના રોજ સાંજે દિલ્હીના લ્યુટિયન્સ વિસ્તારમાં ઇઝરાયેલ દુતાવાસ બહાર IED બ્લાસ્ટ થયો તે દિવસે આ ચારેય શંકાસ્પદોના ફોન એક સાથે બંધ હતા.

Israel Embassy Blast : દિલ્હી પોલીસે કારગીલથી 4 શંકાસ્પદ વિદ્યાર્થીઓની ધરપકડ કરી
15 જૂને NIA એ બે શકમંદોના ફોટો જાહેર કર્યા હતા

Follow us on

Israel Embassy Blast : દિલ્હીમાં ઇઝરાયેલ દુતાવાસ બહાર થયેલા IED વિસ્ફોટ મામલે દિલ્હી પોલીસ (Delhi Police) ને વધુ એક સફળતા મળી છે. 29 જાન્યુઆરીના રોજ સાંજે દિલ્હીના લ્યુટિયન્સ વિસ્તારમાં ઇઝરાયેલ દુતાવાસ બહાર IED બ્લાસ્ટ થયો હતો. ઈઝરાયેલે આ ઘટનાને આતંકી ઘટના ગણાવી હતી. NIA એ 10 લાખના ઇનામની જાહેરાત કર્યા બાદ દિલ્હી પોલીસને આરોપીઓનું પગેરું શોધવામાં સફળતા મળી હોય એવું લાગી રહ્યું છે.

કારગીલથી 4 શંકાસ્પદ વિદ્યાર્થીઓની ધરપકડ
ઇઝરાયેલ દૂતાવાસ વિસ્ફોટ (Israel Embassy Blast) મામલે દિલ્હી પોલીસના વિશેષ સેલે લદ્દાખના કારગીલથી ચાર શંકાસ્પદ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લાવવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે દરેકની પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ઘટનાના દિવસે તમામના ફોન બંધ હતા
દિલ્હી પોલીસે ઇઝરાયેલ દૂતાવાસ વિસ્ફોટ (Israel Embassy Blast)માં ધરપકડ કરેલા ચાર શંકાસ્પદ વિદ્યાર્થીઓની પૂછપરછ શરૂ છે. દિલ્હી પોલીસ (Delhi Police) ને મેળેલી પ્રાથમિક માહિતી મૂજબ 29 જાન્યુઆરીના રોજ સાંજે દિલ્હીના લ્યુટિયન્સ વિસ્તારમાં ઇઝરાયેલ દુતાવાસ બહાર IED બ્લાસ્ટ થયો તે દિવસે આ ચારેય શંકાસ્પદોના ફોન એક સાથે બંધ હતા. ચારેયના ફોન એક સાથે બંધ હોવા એ ઘણા બધા સંકેતો આપી રહ્યાં છે.

NIA એ 10 લાખના ઇનામની જાહેરાત કરી છે
15 જૂને રાષ્ટ્રીય તપાસ એજન્સીએ જાન્યુઆરીમાં ઇઝરાઇલી દૂતાવાસની બહાર થયેલા IED બ્લાસ્ટને લગતા કેટલાક વીડિયો અને ફોટા જાહેર કર્યા હતા. આ ફોટો અને વિડીયોમાં 2 શકમંદો દૂતાવાસની બહાર વિસ્ફોટો કરતા જોવા મળે છે. આરોપ છે કે વીડિયો અને ફોટોમાં દેખાતા આ બંને લોકો એ ઇઝરાઇલી દૂતાવાસની બહાર બોમ્બ લગાવ્યો હતો. આ બંને વિશે માહિતી આપનાર વ્યક્તિને એનઆઈએ એ 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.

29 જાન્યુઆરી 2021 ની સાંજે દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસની બહાર થયો હતો. જોકે, તેમાં કોઈ જાનહાની થઈ નથી.આ બ્લાસ્ટની તપાસ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ, ક્રાઈમબ્રાંચ અને NIA ની ટીમ કરી રહી છે. NIA એ જાહેર કરેલા 10 લાખના ઇનામ બાદ પહેલીવાર ગુનેગારો વિશે કોઈ બાતમી મળી હોવાની શક્યતા છે.

Published On - 11:37 pm, Thu, 24 June 21

Next Article