સબમરીનની ખાનગી માહિતી લીક કરવાના આરોપમાં એક નેવી કમાન્ડર સહીત 5ની ધરપકડ, CBIએ 19 જગ્યાએ રેડ કરી

|

Oct 26, 2021 | 10:22 PM

આ કેસમાં મંગળવારે CBIએ દિલ્હી, નોઈડા, મુંબઈ અને હૈદરાબાદમાં 19 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરમિયાન ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને વધારાના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

સબમરીનની ખાનગી માહિતી લીક કરવાના આરોપમાં એક નેવી કમાન્ડર સહીત 5ની ધરપકડ, CBIએ 19 જગ્યાએ રેડ કરી
Information leak case 5 officers arrested CBI raids 19 places of delhi mumbai hyderabad and noida

Follow us on

DELHI : CBIએ ઇન્ડિયન નેવીની માહિતી લીક કરવાના કેસમાં 5 અધિકારીઓની ધરપકડ કરી છે. જેમાં એક સરકારી અધિકારી, 2 નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને એક ખાનગી વ્યક્તિનો સમાવેશ થાય છે. આ કેસમાં મંગળવારે CBIએ દિલ્હી, નોઈડા, મુંબઈ અને હૈદરાબાદમાં 19 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરમિયાન ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને વધારાના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. કેસની તપાસ હજી ચાલુ છે.

અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે CBIએ આ કેસમાં એક નેવી ઓફિસર અને બે રિટાયર્ડ ઓફિસરની ધરપકડ કરી છે. આ કેસ કિલો-ક્લાસ સબમરીનના આધુનિકીકરણને લગતી ખનગી માહિતી લીક કરવા સાથે સંબંધિત છે.

ભારતીય નૌકાદળે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો
બીજી બાજુ, ભારતીય નૌકાદળે પણ માહિતી લીકની તપાસ કરવા અને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાને રોકવા માટેના માર્ગો પર ચર્ચા કરવા વાઇસ એડમિરલ અને રીઅર એડમિરલ હેઠળ ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો હતો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

સૂત્રોએ જણાવ્યું હતું કે સંબંધિત એજન્સીઓ પાસેથી ઇનપુટ્સ પ્રાપ્ત કર્યા પછી, CBIએ કમાન્ડર રેન્કના એક નેવી અધિકારીની ધરપકડ કરી હતી, જે હાલમાં જે હાલમાં નિવૃત્ત અધિકારીઓને કિલો-ક્લાસ સબમરીન આધુનિકીકરણ પ્રોજેક્ટ સંબંધિત અનધિકૃત માહિતી આપવા માટે મુંબઈમાં છે.

હજી ઘણા અધિકારીઓની પૂછપરછ ચાલુ છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે CBI આ કેસમાં ઘણા વધુ અધિકારીઓની પૂછપરછ કરી રહી છે અને આ કેસમાં વધુ ધરપકડ થવાની આશા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ મામલો નેવીના ટોચના અધિકારીઓના ધ્યાન પર આવતાં જ તેઓએ વાઇસ એડમિરલની આગેવાની હેઠળ પાંચ સભ્યોની ટીમની રચના કરી હતી અને મામલાની તપાસ કરવા અને કોઈપણ સંભવિત માહિતી લીક થતી બંધ કરવા માટે સમાંતર તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો : આર્યન ખાનને હજુ સુધી કેમ નથી મળ્યા જામીન? કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું આ કારણ, ક્રૂઝ ડ્રગ્સ કેસ પર આપ્યું મોટું નિવેદન

આ પણ વાંચો : ખાંડની નિકાસ અંગે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, જાણો મિલ માલિકો અને ખેડૂતો પર શું અસર પડશે

Next Article