Surat માં વધુ એક હીરાના કારખાનામાં દિલધડક લૂંટ, 6 લૂંટારુઓ કારખાનામાં આવી લૂંટ ચલાવી

|

Sep 20, 2022 | 11:05 PM

સુરતના (Surat) કાપોદ્રા વિસ્તારમાં આવેલ અક્ષર ડાયમંડ બિલ્ડિંગમાં આવેલા એક હીરા કારખાનામાં  (Diamond) લૂંટની (Loot)  ઘટના સામે આવી છે.મોઢે રૂમાલ બાંધી ચાર જેટલા લૂંટારૂઓ કારખાનામાં પ્રવેશ કર્યો હતો.

Surat માં વધુ એક હીરાના કારખાનામાં દિલધડક લૂંટ, 6 લૂંટારુઓ કારખાનામાં આવી લૂંટ ચલાવી
Surat Diamond Factory Loot

Follow us on

સુરતના (Surat) કાપોદ્રા વિસ્તારમાં આવેલ અક્ષર ડાયમંડ બિલ્ડિંગમાં આવેલા એક હીરા કારખાનામાં  (Diamond) લૂંટની (Loot)  ઘટના સામે આવી છે.મોઢે રૂમાલ બાંધી ચાર જેટલા લૂંટારૂઓ કારખાનામાં પ્રવેશ કર્યો હતો.કારખાનેદાર અને કામ કરતાં કારીગરોને હથિયાર બતાવી અંદાજે સાત લાખના હીરાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા કાપોદ્રા સહિત ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

તીક્ષ્ણ હથિયારોથી ડરાવી કારખાનામાં રહેલ હીરાની લૂંટ કરી

સુરતમાં વધુ એક હીરા વેપારી સાથે લૂંટની ઘટના સામે આવી છે. જેમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી હીરાના વેપારી સાથે લૂંટની ઘટના બની છે. જેમાં રચના સર્કલથી કાપોદ્રા રોડ પર આવેલ અક્ષર ડાયમંડ હાઉસના બિલ્ડીંગ નંબર પાંચમાં હીરાનું કારખાનું ધરાવતા વેપારીને ત્યાં લૂંટ થઈ છે.ખાતા નંબર 101 માં વેપારી મનસુખભાઈ રવૈયા મોડી સાંજે કારખાનામાં હતા ત્યારે મોઢે રૂમાલ બાંધી ચાર જેટલા લૂંટારૂ આવ્યા હતા. લૂંટારૂઓ હીરા વેપારી મનસુખભાઈ તેના ભાગીદારો અને કારખાનામાં કામ કરતા કારીગરોને તીક્ષ્ણ હથિયારોથી ડરાવી કારખાનામાં રહેલ હીરાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

લૂંટારૂઓ અંદાજે સાત લાખના હીરા કારખાનામાંથી લૂંટી નાસી છૂટ્યા

જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો.કાપોદ્રામાં હીરા વેપારી સાથે લૂંટની ઘટના બની હોવાની જાણ પોલીસને થતા કાપોદ્રા સહિત ડીસીબી અને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાને લઈને વેપારી અને કારીગરોની પૂછપરછ સાથે તપાસ શરૂ કરી હતી. જ્યાં પોલીસને વેપારીએ જણાવ્યું હતું કે મોઢે રૂમાલ બાંધી ચાર જેટલા લૂંટારુઓ સાંજે 8:30 વાગ્યાની આસપાસ આવ્યા હતા. કારખાનામાં પોલિસીંગ માટે લાવવામાં આવેલા હીરા લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓ અંદાજે સાત લાખના હીરા કારખાનામાંથી લૂંટી નાસી છૂટ્યા હતા.હાલ તો ઘટના અંગે પોલીસે લૂંટની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આસપાસના સીસીટીવીના આધારે આરોપીની ઓળખ કરવાના અને તેના પગેરૂ સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

લૂંટારૂઓ જાણ ભેદુ હોવાની આશંકા

સુરતના કાપોદ્રાના અક્ષર ડાયમંડમાં કારખાનું ચલાવતા મનસુખભાઈ રવૈયા ડાયમન્ડના નાના વેપારી હતા. અન્ય હીરા કંપનીઓ અને વેપારીઓ પાસેથી છૂટકમાં હીરાનો માલ લાવી પોલિસીંગનું કામ કરતા હતા. મનસુખભાઈ કારખાનામાં 10 થી 12 ઘંટી ચલાવી સામાન્ય ધંધો કરતા હતા ત્યારે લૂંટારોએ તેમને નિશાન બનાવતા લૂંટારૂઓ જાણ ભેદુ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

Published On - 11:04 pm, Tue, 20 September 22

Next Article