Haryana: યુનિવર્સિટી લેવલની કુસ્તીબાજ નિશા દહિયા અને તેના ભાઇના હત્યારા પકડાયા

|

Nov 12, 2021 | 1:33 PM

સોનીપતની યુનિવર્સિટી લેવલની કુસ્તીબાજ નિશા દહિયા અને તેના ભાઈની હત્યાના મામલે દિલ્હી પોલીસે કોચ સહિત બે લોકોની ધરપકડ કરી છે.

Haryana: યુનિવર્સિટી લેવલની કુસ્તીબાજ નિશા દહિયા અને તેના ભાઇના હત્યારા પકડાયા
File Photo

Follow us on

હરિયાણા(Haryana)ના સોનીપતની યુનિવર્સિટી લેવલની કુસ્તીબાજ નિશા દહિયા અને તેના ભાઈની હત્યાના મામલે દિલ્હી પોલીસે(Delhi Police) કોચ સહિત બે લોકોની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે (Delhi Police) શુક્રવારે આ બંને આરોપી કોચ પવન અને સચિન બંનેની ધરપકડ કરી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ બંને આરોપીની દિલ્હીના દ્વારકા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. મહત્વનું છે કે હત્યા કર્યા બાદ બંને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જે બાદ સોનીપત પોલીસે બંને આરોપી પર 1 લાખનું ઈનામ રાખ્યું હતું.

ક્યારે થઇ હતી હત્યા?
યુનિવર્સિટી-સ્તરની કુસ્તીબાજ નિશા દહિયા અને તેના ભાઈની બુધવારે હરિયાણાના સોનીપત જિલ્લામાં એક રેસલિંગ એકેડમીમાં કેટલાક હુમલાખોરોએ હત્યા કરી હતી. આ હુમલામાં કુસ્તીબાજની માતા પણ ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ એકેડમીને આગ ચાંપી દીધી હતી.

મૃતક નિશા દહિયાની ઓળખ અંગે હતી મુંઝવણ
હત્યાના દિવસે જે મહિલા કુસ્તીબાજની હત્યા થઇ હતી તેની ઓળખ અંગે મૂંઝવણ ઉભી થઇ હતી. ઘણા અહેવાલોમાં આ કુસ્તીબાજ મહિલાને તાજેતરની અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર કુસ્તીબાજ તરીકે વર્ણવવામાં આવી હતી. બ્રોન્ઝ મેડલ વિજેતા રેસલરનું નામ પણ નિશા દહિયા છે.

મૃતક યુનિવર્સિટી લેવલની કુસ્તીબાજ હતી
સોનીપતના સહાયક પોલીસ અધિક્ષક મયંક ગુપ્તાના જણાવ્યા અનુસાર, પોલીસે એવા અહેવાલોને ફગાવી દીધા હતા કે મૃતક મહિલા બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તે યુનિવર્સિટી લેવલની કુસ્તીબાજ હતી જે સુશીલ કુમાર રેસલિંગ એકેડમીમાં પ્રેક્ટિસ કરતી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બ્રોન્ઝ મેડલીસ્ટ નિશા દહિયાએ ગેરસમજ દુર કરી
બ્રોન્ઝ મેડલ જીતનાર નિશા દહિયાના મોતના ખોટા સમાચાર વાયરલ થયા બાદ બ્રોન્ઝ મેડલીસ્ટ નિશાએ આ વાતનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી ખંડન કર્યુ હતુ. એટલુ જ નહીં ભારતીય રેસલિંગ ફેડરેશને સ્થિતિ સ્પષ્ટ કરવા માટે એક વીડિયો શેર કર્યો છે. તેમાં કુસ્તીબાજ નિશા દહિયાને એવું કહેતા સાંભળી શકાય છે કે તે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે ગોંડામાં છે અને ઠીક છે. 2016 ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિક તેની સાથે બેઠેલી જોવા મળે છે.

આ પણ વાંચોઃ OTT અને થિયેટરની તુલના પર સૈફ અલી ખાને કહી દીધી મોટી વાત, કહ્યું- આપણે બધાએ વેબ શો જ કરવા જોઈએ

આ પણ વાંચોઃ Viral : પાકિસ્તાનના આ ખેલાડીએ કેચ છોડીને જીત્યુ ભારતીયોનું દિલ, ચાહકોએ કહ્યું ‘મેન ઓફ ધ મેચ’

Next Article