AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત ATS ની મોટી સિદ્ધિ: 15 વર્ષે ઝડપી પાડ્યો 2006 કાલુપુર બ્લાસ્ટના વોન્ટેડ આરોપીને

ગુજરાત ATS ની મોટી સિદ્ધિ: 15 વર્ષે ઝડપી પાડ્યો 2006 કાલુપુર બ્લાસ્ટના વોન્ટેડ આરોપીને

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 4:38 PM
Share

2006 માં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન બ્લાસ્ટના (Kalupur Blast 2006) આરોપીની આખરે ધરપકડ થઇ છે. ગુજરાત ATS એ જમ્મુ -કાશ્મીરના બારામુલ્લામાંથી ધરપકડ કરી છે.

ગુજરાત ATSએ (Gujarat ATS) કાશ્મીરથી બે યુવકોની ધરપકડ કરી છે. ગુજરાત ATS એ બિલાલ અસલમ કાશ્મીરીની ધરપકડ કરી લીધી છે. મહત્વનું છે કે, તે 2006 ના કાલુપુર બ્લાસ્ટ (Kalupur Blast 2006) મામલે વોન્ટેડ હતો. આ 2 જેહાદીઓની બારામુલ્લાથી ધરપકડ કરવામાં આવી છે. જેહાદી ષડયંત્ર અને નાર્કોટિક્સના ગુનામાં આ બંને આરોપીઓ ફરાર હતાં. આ ગુનામાં બંને આરોપીને ગુજરાત ATS દ્રારા કાશ્મીરથી ઝડપી લેવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે આ બંને આરોપી છેલ્લાં 15 વર્ષથી ફરાર હતાં. અત્રે નોંધનીય છે કે, 2006માં કાલુપુર રેલવે સ્ટેશન પર જે બ્લાસ્ટ થયેલો તેનો એક આરોપી આમાં છે. અસલમ કાશ્મીરી ભરૂચની મદરેસામાં ભણતો હતો. 2006 ના મોડ્યુલમાં 15 જેટલાં છોકરાઓ બ્રેન વોશ કરાઈને પાકિસ્તાન લઇ જવામાં આવ્યાં હતાં. જેમાં 15 લોકો ભરૂચના રહેવાસી હતાં. નાર્કોટિક્સનો આ આરોપી કાશ્મીરમાં રહેતો હતો. 2009 માં ATS માં ગુનો નોંધાયો હતો. તે વખતે 10 કિલો ચરસ પકડાયું હતું. SP દીપેન ભદ્રન દ્વારા આ આખુંય ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ઓપરેશનમાં બંને આરોપીની ધરપકડની સિદ્ધિ પ્રાપ્ત થઇ છે.

2006 કાલુપુર બ્લાસ્ટનો આરોપી પકડાયો

19 ફેબ્રુઆરી 2006 ના રોજ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર અનેક બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટો પ્લેટફોર્મ પર સ્થાપિત પીસીઓ બૂથની અંદર થયા હતા. જેમાં આરોપી બિલાલ અસલમ કાશ્મીરીની આખરે ધરપકડ થઇ છે.

 

આ પણ વાંચો: હવામાન વિભાગે શું કરી આગાહી ? ગુજરાતમાં કયાં પડશે ભારે વરસાદ ?

આ પણ વાંચો: AMRELI : રામપરા ડેમ ઓવરફલો થયો, સાતલડી નદીમાં પુરમાં ફસાયેલા 19 લોકોને બચાવાયા

Published on: Sep 30, 2021 04:28 PM
g clip-path="url(#clip0_868_265)">