હવામાન વિભાગે શું કરી આગાહી ? ગુજરાતમાં કયાં પડશે ભારે વરસાદ ?

હવામાન વિભાગે શું કરી આગાહી ? ગુજરાતમાં કયાં પડશે ભારે વરસાદ ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 4:17 PM

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. અને, આવતીકાલથી વરસાદનું જોર ઘટશે તેવી પણ આગાહી કરી છે.

ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લામાં 24 કલાક ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છેકે રાજયમાં આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેસન બનશે. જેને પગલે સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર , જામનગર ભારે વરસાદની આગાહી કરવમાં આવી છે. જયારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતના અન્ય ઠેકાણે કોઇ જ ખતરો ન હોવાનું હવામાન વિભાગે કહ્યું છે. આ સાથે જ હવામાન વિભાગે કહ્યું છેકે આવતીકાલથી રાજયમાં વરસાદનું જોર ઘટી જશે. જોકે, 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

આ પહેલા હવામાન વિભાગે શું આગાહી કરી હતી ?

આ પહેલા હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં(Gujarat)ગુલાબ વાવાઝોડાની(Cyclone)અસર હેઠળ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી(Rain)માહોલ સર્જાયો છે. અરબ મહાસાગરમાં સર્જાયેલું શાહિન વાવાઝોડુ વધુ તીવ્ર બનશે. વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારમાં પવન અને વરસાદની તીવ્રતા વધશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક ઓક્ટોબરે પવનની ઝડપ 150 કિલોમીટર સુધીની થઈ શકે છે વાવાઝોડાની અસરતળે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી. જોકે હવે હવામાન વિભાગે દરિયાકાંઠાના જ જિલ્લામાં વરસાદની આગાહી આપી છે.

આ પણ વાંચો : AMRELI : રામપરા ડેમ ઓવરફલો થયો, સાતલડી નદીમાં પુરમાં ફસાયેલા 19 લોકોને બચાવાયા

આ પણ વાંચો : RAJKOT : મોટા મવા પાસે એક બાઇકસવાર તણાયો, સ્થાનિકોએ મહામુસિબતે યુવકને બચાવ્યો

g clip-path="url(#clip0_868_265)">