GUJARAT : 2021નું ACBનું સરવૈયું, ભ્રષ્ટાચાર કયારે અટકશે ?

|

Jan 03, 2022 | 6:47 PM

6 વર્ષમાં કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત સરકારી બાબુઓ પાસેથી ઝડપાઈ છે. ગુજરાતમાં અનેક સરકારી અધિકારીઓ લાંચનાં કેસમાં ઝડપાયા છે. ત્યારે ભ્રષ્ટાચાર નાબુદી માટેની એસીબીની ટોલ ફ્રી હેલ્પલાઇન 1064 પર આવેલા ફોન દ્વારા 2020માં 20 જેટલા કેસ કરવામાં એસીબીની સફળતા મળી છે.

GUJARAT :  2021નું ACBનું સરવૈયું, ભ્રષ્ટાચાર કયારે અટકશે ?
GUJARAT: 2021 ACB balance sheet, when will corruption stop? (file)

Follow us on

એક તરફ રાજ્ય (GUJARAT) સરકાર ભ્રષ્ટાચાર મુક્ત સરકાર અને વિભાગના દાવા કરી રહ્યું છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે રાજ્યમાં હજુ પણ ભ્રષ્ટાચાર (Corruption) અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ અમે નહિ પણ એન્ટી કરપ્શન બ્યુરો ખાતે નોંધાયેલા આંકડા કહી રહ્યા છે. કેમ કે 2017થી 2021 સુધી ACB માં 1207 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ 2018 અને 2019માં નોંધાયા.

રાજ્યનો વિકાસ તો થઈ રહ્યો છે પણ સાથે ભ્રષ્ટાચારે (Corruption)પણ તેટલી જ માજા મૂકી છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3 કે વર્ગ 4ના કર્મચારી હોય તમામ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. કેમ કે આવા જ કર્મચારીઓ સામે 2017 થી 2021 સુધી 1207 કેસ નોંધાયા છે. અને તેમાં વર્ષ 2021માં કુલ 173 કેસ કરવામાં આવ્યા. જેની અંદર ટ્રેપના 122 કેસ, ડિકોયના 16 કેસ, ડીએના 11 કેસ ક્યારે અન્ય 24 કેસ કરવામાં આવ્યા. જે કેસ 2020માં 40 ટકા કન્વેક્શન રેટ હતો. તેના કરતાં ચાલુ વર્ષે 43 ટકા થયો, જેમાં 3 ટકા વધારો નોંધાયો. અને તેમાં છેલ્લા 5 વર્ષના દિવસના આંકડા સામે 20 ટકા આંકડા જ કેસમાં ઓછા છે. જે આંકડાઓ ભ્રષ્ટાચારની સાખ પૂરે છે.

2017 થી 2021 સુધી નોંધાયેલ કેસ.
2017 માં 148 કેસ
2018 માં 332 કેસ
2019 માં 355 કેસ
2020 માં 199 કેસ
2021 માં 173 કેસ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એટલું જ નહીં પણ ચાલુ વર્ષે ACB એ 318 કેસમાં ચાર્જશીટ કરી તો 3939 અરજીનો નિકાલ કરેલ છે જે આંકડા આજદિન સુધીના ઇતિહાસમાં વધારે ગણવામાં આવી રહ્યા છે. અને તેમાં પણ જો વર્ગ પ્રમાણે કર્મચારી સામે થયેલી કાર્યવાહી જોઈએ તો 2021માં 287 લોકો સામે કાર્યવાહી કરાઈ છે.

જેમાં વર્ગ પ્રમાણે 2020માં કરેલ કાર્યવાહી જોઈએ તો,
વર્ગ 1નાં – 7 કર્મચારી
વર્ગ 2 નાં – 41 કર્મચારી
વર્ગ 3નાં – 159 કર્મચારી
વર્ગ 4નાં – 3 કર્મચારી
ખાનગી – 97

અને 2021માં વર્ગ પ્રમાણે કરેલ કાર્યવાહી જોઈએ તો,
વર્ગ 1ના 10 કર્મચારી
વર્ગ 2ના 25 કર્મચારી
વર્ગ 3ના 140 કર્મચારી
વર્ગ 4ના 9 કર્મચારી
ખાનગી 103

આ તમામ સરકારી બાબુઓ પ્રજાના કામ કરવાના બદલામાં લાંચ લેતા પકડાયા. જેમાં વર્ગ 3 ના અધિકારીઓનું પ્રમાણ વધુ જોવા મળ્યું..

સરકારી નોકરીનો ઉદેશ લોકોના કામ કરવાનો હોવો જોઈએ. પણ લાંચિયા સરકારી બાબુઓ સરકારી નોકરીનો ઉપયોગ પોતાની મિલકત વસાવવા કરી રહયા છે. આવી જ રીતે છેલ્લા 5 વર્ષની ACB એ અનેક કેસ કરી કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત કબજે કરી. જેમાં 2020માં એસીબીએ સૌથી વધુ 38 કેસ કરી 50 કરોડ 11 લાખ 12 હજાર 824 રૂપિયાની અપ્રમાણસાર મિલકત ઝડપી છે. તો 2021માં કુલ 11 કેસ કરી 56 કરોડ 61 લાખ ઉપર મિલકત શોધી. અને જો છેલ્લા 6 વર્ષમાં સરકારી અધિકારીઓ પાસેથી વર્ષવાર મળી આવેલ અપ્રમાણસાર મિલકતના આંકડા પર નજર કરીએ તો,

વર્ષ અપ્રમાણસર મિલકત
2016 માં 26,23,07,367
2017 માં 15,69,70,857
2018 માં 3,49,64,080
2019 માં 27,80,78,358
2020 માં 50,11,12,824
જ્યારે 2021માં 56 કરોડ 61 લાખની મિલકત મળી આવી.

6 વર્ષમાં કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત સરકારી બાબુઓ પાસેથી ઝડપાઈ છે. ગુજરાતમાં અનેક સરકારી અધિકારીઓ લાંચનાં કેસમાં ઝડપાયા છે. ત્યારે ભ્રષ્ટાચાર નાબુદી માટેની એસીબીની ટોલ ફ્રી હેલ્પલાઇન 1064 પર આવેલા ફોન દ્વારા 2020માં 20 જેટલા કેસ કરવામાં એસીબીની સફળતા મળી છે. જ્યારે 2021માં 1064 હેલ્પલાઇન પર 116 ફરિયાદ મળેલી છે. જેમાં 25 કેસ કરવામાં ACB ને સફળતા મળી. જે ગત વર્ષ કરતા 20.69 ટકાવારી વધુ છે. તો સાથે જ સોશ્યિલ મીડિયા મારફતે પણ મળતી ફરિયાદમાં ACB એ કાર્યવાહી કરી એક દાખલો પણ બેસાડ્યો છે.

એસીબી દ્વારા કરવામાં આવેલ કેસોમાં 2020માં સૌથી વધુ આરોપીઓને સજા થઇ હોવાનું પણ સામે આવ્યુ છે. ત્યારે હવે સોશિયલ મીડિયા તેમજ ઓડિયો અને વિડિયો મળે તો પણ એસીબી દ્વારા કડક કાર્યવાહી કરીને લાંચીયા બાબુઓને ઝડપી લેવામાં આવે છે. જે કામગીરીને સરળ અને ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારે ACB ને અપડેટ કરી. જર અપડેશન માટે રાજ્ય સરકારે ACB ને આધુનિક બનાવવા 90.40 લાખ ફાળવ્યા તેમજ it વિભાગને લગતા સાધનો ખરીદ કરવા માટે સરકારે 3 કરોડ ફાળવ્યા. સાથે જ ACB દ્વારા 7 કાયદાકીય સલાહકારની નિમણૂંક કરી. અપ્રમાણસર મિલકતના એનાલિસિસ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પેનલ સહિત વિવિધ પેનલની નિમણૂંક પણ કરી.

એટલું જ નહીં ACB એ લોકોમાં જાગૃતિ આવે માટે 2021માં સતર્કતા સપ્તાહની ઉજવણી પણ કરી. જેમાં નિબંધ સ્પર્ધા કરી. 271 કોલેજેના 971 વિદ્યાર્થી ભાગ લીધો. જેની અંદર 26 ને પસંદ કરી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પસંદગી કરી ઇનામ આપી તમામને પ્રોત્સાહિત કરાયા. તો અન્ય 10 લોકોને પણ 1 હજાર રોકડ ઇનામ આપી સન્માનિત કર્યા. જોકે તેમ છતાં ભ્રષ્ટ અધિકારીઓને કાયદાનો ડર જ ન હોય તેમ ભ્રષ્ટાચારનાં કેસોની સંખ્યા ઘટતી નથી. ત્યારે જરૂરી છે કે ભ્રષ્ટાચાર અટકાવવા અને લાંચ કેસ અટકાવવા લોકોએ સ્વયં જાગૃત બનવું પડશે. અને ત્યારે જ ખરા અર્થમાં ભ્રષ્ટાચારના કેસ અને લાંચના કેસ ઘટશે તેમ કહેવાશે.

આ પણ વાંચો : Banaskantha : આર્મી સહિત વિવિધ ફોર્સમાં જોડાવા માંગતા યુવાનો માટે નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગ યોજાશે

આ પણ વાંચો : ગુજરાતમાં ફરી એકવાર માવઠું પડશે, હવામાન વિભાગની આગાહી

Published On - 6:37 pm, Mon, 3 January 22

Next Article