Gandhinagar: છેલ્લાં 3 માસમાં રાજ્યમાંથી કુલ 18 લાખ લિટરથી પણ વધુ ગેરકાયદે બાયો ડીઝલ ઝડપાયું, 95 જગ્યાઓ પર પોલીસ કેસ

|

Jul 24, 2021 | 12:12 PM

સુરત, નર્મદા, મહીસાગર, મહેસાણા, ગીર સોમનાથ ખાતેથી બાયો ડીઝલ બનાવવાની સામગ્રી પણ ઝડપાઈ હતી.

Gandhinagar: છેલ્લાં 3 માસમાં રાજ્યમાંથી કુલ 18 લાખ લિટરથી પણ વધુ ગેરકાયદે બાયો ડીઝલ ઝડપાયું, 95 જગ્યાઓ પર પોલીસ કેસ
ગેરકાયદેસર બાયો ડીઝલ પંપ - ફાઇલ ફોટો

Follow us on

Gandhinagar : ગેરકાયદેસર બાયો ડીઝલ (illegal bio diesel) મળી આવવાના કિસ્સામાં પોલીસે મોટી કામગીરી કરી છે. ઝડપાયેલા ગેરકાયદે બાયો ડીઝલની કિંમત રૂ. 12,39,83,760 નોંધાઈ છે. રાજ્યમાં છેલ્લાં 3 માસમાં 95 જગ્યાઓ પર પોલીસ કેસ થયા છે. જેમાં સૌથી વધુ ભરૂચ ખાતેથી ગેરકાયદે બાયો ડીઝલનો જથ્થો મળી આવવાના 13 કિસ્સા નોંધાયા છે.

ભરૂચ ખાતેથી કુલ 8500 લિટર ગેરકાયદે બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો હતો. વડોદરા ખાતે 12 કિસ્સામાં પોલીસ કેસ થયા છે. તમામ કિસ્સામાં 1,06,300 લિટરનું ગેરકાયદે બાયો ડીઝલ મળી આવ્યું હતું. આમ રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં 95 જગ્યાએ રેડ કરી ગેરકાયદે બાયો ડીઝલનો જથ્થો કબ્જે કરાયો હતો.

સુરત – નર્મદા – મહીસાગર – મહેસાણા – ગીર સોમનાથ ખાતેથી બાયો ડીઝલ બનાવવાની સામગ્રી પણ ઝડપાઈ હતી. મહેસાણા ખાતેથી બાયો ડીઝલની હેરાફેરી કરતાં રૂ. 12,25,000ની કિંમતના વાહનો પણ જપ્ત કરાયાના મામલાઓ સામે આવ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વિસ્તાર પ્રમાણે પોલીસ કેસ જોઈએ તો અમદાવાદ જીલ્લા 3, અમદાવાદ શહેર 0, અમરેલી 1, અરવલ્લી 5, આણંદ 2, બનાસકાંઠા 9, બોટાદ 7, ભરૂચ 13, ભાવનગર 0, છોટાઉદેપુર 7, ડાંગ 0, દાહોદ 1,

તેમજ  દેવભૂમિ દ્વારકા 0, ગાંધીનગર 0, ગીર સોમનાથ 1, જામનગર 0, જૂનાગઢ 0, ખેડા 4, કચ્છ 5, મહેસાણા 2, મહીસાગર 2, મોરબી 0, નવસારી 0, નર્મદા 1, પંચમહાલ 1, પાટણ 0, પોરબંદર 3, રાજકોટ 8, સાબરકાંઠા 1, સુરત 1, સુરેન્દ્રનગર 0, તાપી 2, વડોદરા 12, વલસાડ 4, આમ કુલ 95 કેસ રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ નોંધાયા છે.

આ પણ વાંચો: Goa Breaking News: ભારે વરસાદ વચ્ચે દૂધ સાગર અને સોનૌલીમ વચ્ચે ભૂસ્ખલનથી પેસેન્જર ટ્રેન પાટા પરથી નીચે ઉતરી, તમામ યાત્રીઓ સુરક્ષિત

આ પણ વાંચો:  Bhakti : અહીં માત્ર દર્શન કરવાથી પ્રાપ્ત થશે શનિદેવની કૃપા, જાણો ચાર પ્રસિદ્ધ શનિધામનો મહિમા

 

Next Article