Bhakti : અહીં માત્ર દર્શન કરવાથી પ્રાપ્ત થશે શનિદેવની કૃપા, જાણો ચાર પ્રસિદ્ધ શનિધામનો મહિમા

શનિ મનુષ્યને એના કામના આધાર પર દંડ કે ફળ આપે છે. એ જ કારણ છે કે તેમની પૂજામાં પણ ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. વ્યક્તિની શ્રદ્ધા જો સાચી હોય અને તે શનિ મંદિરનું શરણું લે, તો તેને ચોક્કસથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે.

Bhakti : અહીં માત્ર દર્શન કરવાથી પ્રાપ્ત થશે શનિદેવની કૃપા, જાણો ચાર પ્રસિદ્ધ શનિધામનો મહિમા
શ્રદ્ધાથી નતમસ્તક થવા માત્રથી શનિદેવ થશે પ્રસન્ન !

શનિદેવ (shanidev) આપણને જીવનની દરેક ખુશી આપનારા છે ! જીવનમાં જો ખુશીઓ મેળવવી હોય તો આપણા ઉપર હંમેશા શનિની કૃપા રહે તે ખૂબ જરૂરી છે. શનિની કૃપાથી જ જીવનમાં સફળતાની પ્રાપ્તિ થતી હોય છે. વાસ્તવમાં કુંડળીમાં બીજા ગ્રહો ભલે પ્રબળ હોય, પણ, જો શનિદેવની કુદૃષ્ટિ પડેલી હોય તો વ્યક્તિને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. એ જ કારણ છે કે શનિની કુદૃષ્ટિથી બચવા માટે જ્યોતિષશાસ્ત્ર હંમેશા જ આગ્રહ કરતું રહે છે. ત્યારે આવો આજે આપને એવાં શનિધામથી માહિતગાર કરાવીએ કે જ્યાં દર્શન માત્રથી શનિદેવની કૃપાની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે.

મૂળે તો શનિદેવ ન્યાયના દેવતા છે. તેમના દંડ વિધાનથી કોઈ બચી શકતું નથી. શનિ મનુષ્યને એના કામના આધાર પર દંડ કે ફળ આપે છે. એ જ કારણ છે કે તેમની પૂજામાં પણ ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. કહે છે કે વ્યક્તિની શ્રદ્ધા જો સાચી હોય અને તે શનિ મંદિરનું શરણું લે તો તેને ચોક્કસથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે.

શનિ શિંગણાપુર (મહારાષ્ટ્ર)
મહારાષ્ટ્રમાં સ્થિત શનિદેવનું આ મંદિર શનિદેવનું જન્મ સ્થળ મનાય છે. શનિ શિંગણાપુરની વિશેષતા એ છે કે અહીં શનિદેવ તો છે, પણ તેમનું શિખરબદ્ધ મંદિર નથી. અહીં ખુલ્લા આકાશ તળે જ એક શિલા રૂપે શનિદેવ બિરાજમાન થયા છે. આ શનિરૂપ શિલાની ઊંચાઈ 5.9 ફૂટ જ્યારે પહોળાઈ 1.6 ફૂટ છે. ઉલ્લેખનીય છે કે શનિ શિંગણાપુરમાં ઘરોના દરવાજાને તાળા પણ નથી લાગતા, અને તેમ છતાં ચોર ક્યારેય ચોરી કરવાની હિંમત નથી કરતા. કારણ કે અહીંની તો સુરક્ષા કરે છે સ્વયં શનિદેવ.

The grace of Shanidev will be obtained only by doing darshan here, know the glory of the four famous Shanidhams

ઈન્દોરમાં સ્વયંભૂ જ મૂર્તિ રૂપે પ્રગટ્યા હતા શનિદેવ !

શનિ મંદિર (ઈન્દોર)
શનિદેવનું બીજું પ્રસિદ્ધ મંદિર મધ્યપ્રદેશના ઈન્દોરમાં સ્થિત છે. આ સ્થાનક શનિદેવનું સૌથી પ્રાચીન મંદિરોમાંથી એક મનાય છે. અહીં શનિદેવ મૂર્તિ રૂપે બિરાજમાન થયા છે. લોકવાયકા એવી છે કે લગભગ 300 વર્ષ પૂર્વે સ્વયંભૂ જ અહીં શનિદેવના મૂર્તિ રૂપનું પ્રાગટ્ય થયું હતું.

શનિચરા મંદિર (મુરૈના)
મધ્ય પ્રદેશના મુરૈનાના એંતી ગામમાં પણ શનિદેવનું મંદિર આવેલું છે. આ મંદિર ત્રેતાયુગીન મનાય છે. રસપ્રદ વાત એ છે કે અવકાશમાંથી તૂટીને પડેલા એક ઉલ્કાપીંડમાંથી નિર્મિત શનિ પ્રતિમાનું અહીં સ્થાપન કરાયું છે. કથા એવી છે કે હનુમાનજી શનિદેવને રાવણની કેદમાંથી છોડાવીને મુરૈના પર્વતો પર જ વિશ્રામ માટે લાવ્યા હતા. આ મંદિરની બહાર હનુમાનજીની મૂર્તિ પણ સ્થાપિત છે.

શનિ મંદિર (પ્રતાપગઢ)
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં પણ આવેલું છે શનિદેવનું મંદિર. શનિદેવનું આ પ્રાચીન મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. કહે છે કે અહીં તો દર્શન માત્રથી જ ભક્તો શનિદેવની વિશેષ કૃપાના પાત્ર બની જાય છે. અહીં મંદિરમાં દર શનિવારે ભગવાનને 56 પ્રકારના પકવાન અને ભોગ લગાવવામાં આવે છે.

આ પણ વાંચો : સુખ, સમૃદ્ધિ અને સુસ્વાસ્થ્ય અર્પશે ચાતુર્માસના આ નિયમો !

Click on your DTH Provider to Add TV9 Gujarati