ગાયિકા કાજલ મહેરિયા સહિત 14 વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી, વરઘોડામાં 100થી વઘુ લોકોનું ટોળું એકઠું થતા પોલીસ ફરિયાદ
મહેસાણાના વિસનગરમાં લગ્નનો વરઘોડો કાઢવાના મુદ્દે ગાયિકા કાજલ મહેરિયા સહિત 14 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વિસનગર તાલુકા પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે. વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને નાચ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. મહેસાણાના વિસનગરમાં વાલમ ગામે યોજાયેલા લગ્ન પ્રસંગમાં કાજલ મહેરિયાના ગીતોના તાલે નાચતા જાનૈયાઓ માટે આફત આવી […]
મહેસાણાના વિસનગરમાં લગ્નનો વરઘોડો કાઢવાના મુદ્દે ગાયિકા કાજલ મહેરિયા સહિત 14 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વિસનગર તાલુકા પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે. વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને નાચ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. મહેસાણાના વિસનગરમાં વાલમ ગામે યોજાયેલા લગ્ન પ્રસંગમાં કાજલ મહેરિયાના ગીતોના તાલે નાચતા જાનૈયાઓ માટે આફત આવી છે. વરઘોડામાં 100થી વઘુ લોકોનું ટોળું એકઠું થતા પોલીસ ફરિયાદ થઈ છે. કાજલ મહેરિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ લગ્ન પ્રસંગનો વીડિયો મૂકવામાં આવ્યો હતો. વીડિયો કાજલે લાઈવ કર્યો અને ત્યારબાદ વિવાદ છંછેડાઈ ગયો હતો. એક બાજુ સરકાર અને પોલીસ બંને કોરોના અને ગાઇડલાઇનના મુદ્દે ફિક્સમાં મૂકાયેલા છે ત્યારે નિયમો સૌના માટે સમાન હોવાના કારણે પોલીસ ફરિયાદ થવી સ્વાભાવિક છે. જોકે, વીડિયો ખૂબ વાયરલ થતા પોલીસ દોડતી થઈ અને અંતે વિસનગરમાં નિયમોના ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો