વેપારીઓ ચેતી જતો, આ રીતે Paytm થી પેમેન્ટ કર્યાના નામે અમદાવાદમાં વેપારીઓને છેતરી રહ્યા છે ઠગ
Ahmedabad: Paytmથી પેમેન્ટ કર્યાનો નકલી મેસેજ બતાવી વેપારીઓને ઠગતા ભેજાબાજનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં ભેજાબાજ અનાજ અને કરિયાણાની દુકાનના વેપારીઓને ઠગતો હતો.
Fraud: ડિજિટલ પેમેન્ટની (Digital Payment) સગવડો વધી છે. તો ઉપાધી પણ એટલી જ વધી છે. મોતાભાવે આપણે PayTM કે UPI તેમજ અન્ય રીતથી ચુકવણી કરતા હોઈએ છીએ. તો આ રીતમાં પણ છેતરપીંડીની (Fraud) ડર વખતે નવી નવી રીત લઈને ઠગ આવી જતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં (Ahmedabad) જોવા મળ્યો છે. જેમાં PayTM થી થતી ચુકવણીમાં છેતરપીંડી સામે આવી છે. ખરેખરમાં ભેજાબાજોએ યુક્તિ લગાવીને વેપારીઓને ઠગ્યા છે.
વાત જાણે એમ છે કે Paytmથી પેમેન્ટ કર્યાનો નકલી મેસેજ બતાવી વેપારીઓને ઠગતા ભેજાબાજનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં ભેજાબાજ અનાજ અને કરિયાણાની દુકાનના વેપારીઓને ઠગતો હતો. ભેજાબાજ પહેલા ખરીદી કરાયો અને બાદમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનના ખોટા મેસેજો આપીને વેપારીને ઉલ્લુ બનાવતો હતો. વેપારીઓને છેતરવા માટે સાયબર ગઠિયાઓ નવા આઈડીયા સાથે આવે છે.
આરોપીએ શાહપુરમાં પાનના ગલ્લાના વેપારી પાસે પાન મસાલા તથા બિસ્કિટનાં પેકેટોની ખરીદી કરી. જોતજોતામાં યુવકે 3 હજાર રૂપિયાની ખરીદી કરી. બાદમાં આરોપીએ બેન્ક જેવો જ ખોટો Paytm નો મેસેજ વેપારીને કર્યો. આ રીતે ઉલ્લુ બનાવીને યુવક માલસામાન લઇને જતો રહ્યો હતો. ત્યારે આ બનાવ અંગે શાહપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શાહપુરમાં મિલ કમ્પાઉન્ડ ખાતે સિટી ગોલ્ડ પાન પાર્લર એન્ડ બેકરી નામની દુકાન ચલાવતા વેપારીએ આ અંગે શાહપુર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવ તેમની સાથે 18 નવેમ્બરના રોજ બન્યો હતો. જેમાં ઠગએ 3 હજારની ખરીદી કરી હતી અને દુકાનદારને Paytm કર્યાનું કહીને બેન્ક જેવો જ ખોટો મેસેજ કરીને નાસી ગયો હતો. વેપારીએ બેન્કમાં તપાસ કરતાં તેમના ખાતામાં કોઇ રૂપિયા જમા થયા ન હતા.
તો આવી જ એક ઘટનામાં બે આરીપીની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં પણ લાલદરવાજામાં આવી ઘટના સામે આવી હતી. માધુપુરા માર્કેટ તથા ખાનપુરમાં તેલના વેપારી સાથે છેતરપીંડી થઇ હતી. વેપારી પાસેથી 5100ના તેલના ડબ્બાની ખરીદી કરીને, વેપારીને બેન્કમાંથી આવે એવો Paytmનો મેસેજ કરીને છેતરવામાં આવ્યા હતા. તો આ ગુનામાં આસિફ અનવર શેખ અને રિઝવાન ઉર્ફે કાંટા ઈમ્તિયાઝ શેખ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે કારંજ, માધુપુરા અને શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો છે.
પોલીસે અન્ય લોકોને અપીલ કરી
આ પ્રકારની છેતરપીંડીની ઘટનાઓ સામે આવતા પોલીસે પ્રજાને જાગ્રત રહેવાની અપીલ કરી છે.
- આ પ્રકારના મેસેજ પર વિશ્વાસ ના કરવો.
- દરેક ડિજિટલ ટ્રાન્ઝેક્શન બાદ મેસેજ આવે તો પણ પોતાનું બેંક એકાઉન્ટ એક વાર ચેક કરી લેવું.
- પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો આ પ્રકારની છેતરપીંડી થાય તો ઝોન-2 સ્ક્વોડ એટલે કે કારંજ પોલીસ સ્ટેશન પર આવેલી ઓફિસનો સંપર્ક કરી શકે છે.
આ પણ વાંચો: Surat: રેસિડેન્ટ તબીબોની હડતાળને મિશ્ર પ્રતિસાદ, સિવિલ હોસ્પિટલના તબીબો હડતાળમાં નહીં જોડાય