પાકિસ્તાનમાં TikTok વીડિયો બનાવતી વખતે એક યુવતી સહિત ચાર લોકોની ગોળી મારીને હત્યા

પાકિસ્તાનમાં TikTok વીડિયો બનાવતી વખતે એક યુવતી સહિત ચાર લોકોની ગોળી મારીને હત્યા
પાકિસ્તાનમાં ટીકટોક વિડીયો બનાવવાના મુદ્દે ચારની હત્યા

પાકિસ્તાનમાં ચાર લોકોને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. ચારેય વ્યક્તિ ટિકટોક (Tiktok) પર વિડીયો બનાવતા હતા

Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Feb 03, 2021 | 12:10 PM

પાકિસ્તાનના કરાચી શહેરના પોશ વિસ્તારમાં કારમાં સવાર એક મહિલા સહિત ચાર લોકોને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ ચારેય વ્યક્તિ ચાઇનીઝ વિડિઓ એપ્લિકેશન ટિકટોક (Tiktok) પર વિડીયો બનાવતા હતા. જ્યારે ઘટના બની તે સમયે પણ તેઓ ટિકટોક વિડીયો બનાવી રહ્યા હતા.

Tiktok વીડિયો બનાવતી વખતે હત્યા પોલીસના જણાવ્યા અનુસાર બે લોકોની ઓળખ મુસ્કાન અને આમિર તરીકે થઈ છે. જ્યારે અન્ય બે લોકો હતા તે તેમના મિત્રો રેહાન અને સજ્જાદ છે. મુસ્કાને આમિરને સોમવારે મળવા બોલાવવા ફોન કર્યો હતો. આ બાદ આમિર કારમાં તેના બંને મિત્રો સાથે મુસ્કાનને મળવા આવ્યો હતો. ચારેય લોકો શહેરમાં ફરતા હતા અને Tiktok માટે વીડિયો બનાવી રહ્યા હતા. ત્યારબાદ અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને તેમની હત્યા કરી દીધી હતી.

યુવતી કારમાં અને ત્રણ યુવકોની બહાર મૃત હાલતમાં મળ્યા યુવતી કારમાં મૃત હાલતમાં મળી આવી હતી. જ્યારે ત્રણેય યુવાનો કારની બહાર મૃત હાલતમાં હતા. મૃત્યુ પામેલા ત્રણ યુવાનોનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં તેઓ ઇતિહાદ શહેરના વિસ્તારમાં હવાઈ ફાયરિંગ કરી રહ્યા છે.

પાકિસ્તાનમાં બેન કરાયું હતું Tiktok પાકિસ્તાનમાં અગાઉ ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોક પર ઓક્ટોબરમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. બાદમાં નવ દિવસ પછી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati