JUNAGADH : સિંહની પજવણીના કેસમાં 3 લોકોની અટકાયત, ફાર્મના માલિક પોલીસકર્મીને સમન્સ

JUNAGADH : સિંહની પજવણીના કેસમાં 3 લોકોની અટકાયત, ફાર્મના માલિક પોલીસકર્મીને સમન્સ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 1:11 PM

Illegal Lion Show : વન વિભાગે તપાસ આદરી હતી અને તેમાં સામે આવ્યુ છે કે, વીડિયો મેંદરડા ડેડકડી રેન્જ પાસેના ખાનગી ફાર્મનો છે.

JUNAGADH : સિંહની પજવણીના વાયરલ વીડિયો મામલે વનવિભાગે મોટી કાર્યવાહી કરી છે. થોડા દિવસ પહેલા એક પશુને બાંધીને સિંહને શિકાર આપતો વીડિયો વાયરલ થયો હતો.જે બાદ વન વિભાગે તપાસ આદરી હતી અને તેમાં સામે આવ્યુ છે કે, વીડિયો મેંદરડા ડેડકડી રેન્જ પાસેના ખાનગી ફાર્મનો છે અને વીડિયોમાં એક પશુને બાંધી સિંહને શિકાર માટે લલચાવવામાં આવ્યો હોવાના દ્રશ્યો છે..અને બાંધેલા પશુની આસપાસ સિંહ આંટાફેરા કરી રહ્યો હતો.

મોટી સંખ્યામાં લોકો સિંહ દ્વારા થતું પશુનું મારણ કરતા દ્રશ્યો નિહાળી રહ્યા હતા.આ સમગ્ર ઘટના ગેરકાયદે હોવાથી વનવિભાગે કુલ 14 લોકોની ઓળખ કરીને ત્રણની અટકાયત કરી છે, તેમજ ફાર્મ માલીક પોલીસકર્મી હોવાથી વન વિભાગે તેમને સમન્સ પાઠવ્યું છે અને કડક હાથે કામગીરી કરી વધુ તપાસ તેજ કરી છે.

ઉલ્લેખનીય છે કે 4 દિવસ પહેલા લાયન શોના નામે સિંહની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.લાયન શો કરવા પશુને બાંધીને સિંહની પજવણી કરવામાં આવી રહી છે.વીડિયોમાં આપ જોઇ શકો છો કે એક પશુને દોરડા વડે બાંધવામાં આવ્યું છે અને સિંહને શિકાર પીરસવા માટે કારસ્તાન રચાયું છે.ખુલ્લેઆમ શિકારના નામે સિંહની પજવણી કરવામાં આવી રહી છે અને લાયન શો કરવામાં આવી રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">