America Firing: અમેરિકામાં એક સ્કૂલની બહાર ત્રણ લોકો પર ફાયરિંગ, એક મહિલાનું મોત, બે ઘાયલ

|

Jun 01, 2022 | 11:29 AM

એનબીસી ન્યૂઝે ન્યૂ ઓર્લિયન્સ પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે ગોળીબાર (America Firing) ઝેવિયર યુનિવર્સિટીના કેમ્પસમાં કોન્વોકેશન સેન્ટરની બહાર થયો હતો, જ્યાં મોરિસ જેફ હાઈ સ્કૂલના સ્નાતકો એકઠા થયા હતા.

America Firing: અમેરિકામાં એક સ્કૂલની બહાર ત્રણ લોકો પર ફાયરિંગ, એક મહિલાનું મોત, બે ઘાયલ
અમેરીકા
Image Credit source: ફાઇલ ફોટો

Follow us on

અમેરિકાના ગોળીબારના (America Firing)સમાચાર ફરી એકવાર સામે આવ્યા છે. આ ફાયરિંગમાં ત્રણ લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાંથી એકનું મોત થયું છે. જ્યારે અન્ય 2 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ ઘટના લુઇસિયાનાના ન્યૂ ઓર્લિન્સમાં (New Orleans)એક હાઈસ્કૂલની બહાર મંગળવારે બની હતી. એનબીસી ન્યૂઝે ન્યૂ ઓર્લિયન્સ પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે ગોળીબાર ઝેવિયર યુનિવર્સિટીના કેમ્પસમાં કોન્વોકેશન સેન્ટરની (Convocation Center) બહાર થયો હતો, જ્યાં મોરિસ જેફ હાઈસ્કૂલના સ્નાતકો એકઠા થયા હતા.

આ ઘટના પર ન્યૂ ઓર્લિયન્સ પોલીસના પ્રવક્તા ગેરી શીટ્સે કહ્યું કે અમેરિકન મીડિયા આઉટલેટ્સ અનુસાર, જે ત્રણ લોકોને ગોળી વાગી હતી. તે બધા ત્યાં ગ્રેજ્યુએશન સેરેમની માટે હતા. પોલીસે જણાવ્યું હતું કે બાકીના બે લોકોને ગંભીર ઈજા થઈ નથી. એકને ખભામાં ગોળી વાગી છે. જ્યારે અન્ય વ્યક્તિને પગમાં ગોળી વાગી છે. તેણે જણાવ્યું હતું કે ગોળીબાર મંગળવારે સવારે 11:45 વાગ્યે લ્યુઇસિયાનામાં ઝેવિયર યુનિવર્સિટી નજીક થયો હતો, જ્યાં મોરિસ જેફ કોમ્યુનિટી સ્કૂલે હાઇ સ્કૂલના સ્નાતકો માટે કોન્વોકેશનનું આયોજન કર્યું હતું.

5 થી 10 રાઉન્ડ ફાયરિંગ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનો ડેટા ? તો બસ આટલું કરી લો સેટિંગ

પ્રત્યક્ષદર્શીઓએ અમેરિકન મીડિયાને જણાવ્યું કે તેઓએ ઓછામાં ઓછા 5 થી 10 રાઉન્ડ ફાયરિંગનો અવાજ સાંભળ્યો. આ ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે. જ્યારે બે ઘાયલોમાં પુરૂષોનો સમાવેશ થાય છે. ન્યૂ ઓર્લિયન્સ પોલીસે જણાવ્યું કે દીક્ષાંત સમારોહ પછી, ઝેવિયર યુનિવર્સિટીના પાર્કિંગમાં બે લોકો વચ્ચે દલીલ થઈ, ત્યારબાદ આરોપીઓએ ત્રણ લોકો પર ગોળીબાર કર્યો.

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ વધી છે

ઉલ્લેખનીય છે કે અમેરિકામાંથી દરરોજ ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે. આ પહેલા રવિવારે પૂર્વી ઓક્લાહોમામાંથી ગોળીબારના સમાચાર આવ્યા હતા. અહીં મેમોરિયલ ડેના કાર્યક્રમમાં થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યાં ગયા અઠવાડિયે અમેરિકાના ટેક્સાસમાં આવેલી એક પ્રાથમિક શાળામાં ગોળીબાર થયો હતો. ફાયરિંગની આ ઘટનાને 18 વર્ષના યુવકે અંજામ આપ્યો હતો. આરોપીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને 19 બાળકો સહિત 21 લોકોની હત્યા કરી હતી.

Published On - 11:29 am, Wed, 1 June 22

Next Article