Farmers Protest: દિલ્હી પોલીસે આરોપી સુખદેવસિંહની કરી ધરપકડ, જાહેર કર્યું હતું 50 હજારનું ઇનામ

સુખદેવની ધરપકડ માટે પોલીસે 50,000 રૂપિયાનું ઇનામ પણ રાખ્યું હતું. સુખદેવ પર પણ પ્રદર્શનકારીઓને ઉશ્કેરવાનો આરોપ છે.

Farmers Protest: દિલ્હી પોલીસે આરોપી સુખદેવસિંહની કરી ધરપકડ, જાહેર કર્યું હતું 50 હજારનું ઇનામ
Farmers Protest
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 07, 2021 | 10:01 PM

દિલ્હી પોલીસે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસામાં સામેલ આરોપી સુખદેવ સિંહની ચંડીગઢથી ધરપકડ કરી છે. સુખદેવની ધરપકડ માટે પોલીસે 50,000 રૂપિયાનું ઇનામ પણ રાખ્યું હતું. સુખદેવ પર પણ પ્રદર્શનકારીઓને ઉશ્કેરવાનો આરોપ છે. શનિવારે હિંસા કેસમાં દિલ્હી પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસ લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ ફરકાવવામાં આ બધાની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. શનિવારે પોલીસે કહ્યું હતું કે આરોપીઓની ઓળખ હરપ્રીત સિંહ (32), હરજીત સિંહ (48) અને ધર્મેન્દ્ર સિંહ (55) તરીકે થઈ છે. આ બધા દિલ્હીના રહેવાસી છે.

લાલ કિલ્લા પર હિંસા ફેલાવવા અને ધ્વજ ફરકાવવામાં આરોપી ધર્મેન્દ્ર સિંહ હરમનની બે દિવસ પહેલા ક્રાઇમ બ્રાંચની SIT ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધર્મેન્દ્ર લાલ કિલ્લા પર હિંસા દરમિયાન ફેસબુક લાઇવ કરી રહ્યો હતો. છેલ્લા 2 મહિનાથી તે સિંઘુ બોર્ડર પર અંદોલન સાથે જોડાયેલો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રાઇમ બ્રાંચની ટીમને ધર્મેન્દ્રના ફૂટેજ મળ્યાં હતાં. વિડીયોમાં તે કાર પર સવાર હતો. ધર્મેન્દ્ર સિંહ અખિલ ભારતીય પરિવાર પાર્ટી સાથે સંકળાયેલ છે.

394 સુરક્ષાકર્મી થયા હતા ઘાયલ આ પહેલા 1 ફેબ્રુઆરીએ SITએ લાલ કિલ્લાની અંદર CISFના જવાનને તલવાર મારનાર આરોપી આકાશપ્રીતની ધરપકડ કરી હતી. જે પંજાબનો રહેવાસી છે. પ્રજાસત્તાક દિન પર ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા દરમિયાન 394 સુરક્ષા જવાનો ઘાયલ થયા હતા. પ્રદર્શનકારીઓએ લાલ કિલ્લાની અંદર હિંસા પણ કરી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

દિલ્હી પોલીસના સૂત્રએ જણાવ્યા અનુસાર અત્યારસુધી 126 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">