ડ્રગ્સ કેસ : મુંબઈ એનસીબીએ Dawood Ibrahim ના ભાઇ ઇકબાલ કાસકરની ધરપકડ કરી

|

Jun 23, 2021 | 4:52 PM

મુંબઇના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ બુધવારે ડ્રગ્સ કેસમાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ(Dawood Ibrahim) ના ભાઈ ઇકબાલ કાસકરની ધરપકડ કરી હતી.

ડ્રગ્સ કેસ : મુંબઈ એનસીબીએ Dawood Ibrahim ના ભાઇ ઇકબાલ કાસકરની ધરપકડ કરી
મુંબઈ એનસીબીએ Dawood Ibrahim ના ભાઇ ઇકબાલ કાસરની ધરપકડ કરી

Follow us on

મુંબઇના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ બુધવારે ડ્રગ્સ કેસમાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ(Dawood Ibrahim) ના ભાઈ ઇકબાલ કાસકરની ધરપકડ કરી હતી. એનસીબી(NCB)એ ડ્રગ્સના કેસમાં પ્રોડક્શન વોરંટ પર આ કાર્યવાહી કરી છે.

હાલમાં જ એનસીબી(NCB)એ એવા બે લોકોને  ડ્રગ્સના જથ્થા સાથે  પકડ્યા હતા જેમને પંજાબના લોકો કાશ્મીરથી મુંબઈ લાવતા હતા તે પણ બાઇક દ્વારા. આની સાથે એનસીબીએ 25 કિલો ચરસ પણ પકડયુ હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે એનસીબીએ આ મામલાની તપાસ શરૂ કરી ત્યારે તેને અન્ડરવર્લ્ડના તાર  મળી આવ્યા હતા.  તેની બાદ  આજે એનસીબીએ દાઉદ ઇબ્રાહિમ(Dawood Ibrahim)ના ભાઈ ઇકબાલ કાસકરની અટકાયત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એનસીબી કાસકરને મુંબઈ સ્થિત તેની ઓફિસમાં લાવશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ કેસની તપાસ દરમ્યાન એનસીબીને ડ્રગ્સ સપ્લાય કરવા માટે ટેરર ફંડિંગ અને અન્ડરવર્લ્ડ કનેકશન સાથે સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી મળી હતી.

તેના આધારે એનસીબીએ મુંબઇમાં પણ અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ ધરપકડ કરાયેલ આરોપીની પૂછપરછ અને ચરસ સપ્લાયનું કનેક્શન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકર પાસેથી મળ્યું હતું. જેના આધારે એનસીબીએ થાણે જેલમાં બંધ ઇકબાલ કાસકરના રિમાન્ડ મેળવ્યા છે.

Published On - 4:32 pm, Wed, 23 June 21

Next Article