Dhanbad Judge Death Case: જજનાં મોત મામલે પર CJIએ કરી ઝારખંડ ચીફ જસ્ટીસ સાથે વાત, મોર્નીંગ વોક દરમિયાન ઓટોએ ટક્કર મારી હતી

|

Jul 29, 2021 | 1:04 PM

ઝારખંડના ધનબાદમાં ચોરી કરેલી રીક્ષાથી ટક્કર મારીને જજની હત્યા કરાઇ હોવાની આશંકા સેવતી ઘટના સામે આવી છે

Dhanbad Judge Death Case: જજનાં મોત મામલે પર CJIએ કરી ઝારખંડ ચીફ જસ્ટીસ સાથે વાત, મોર્નીંગ વોક દરમિયાન ઓટોએ ટક્કર મારી હતી
CJI talks to Jharkhand Chief Justice over judge's death, auto crashes during morning walk

Follow us on

Dhanbad Judge Death Case: ઝારખંડના ધનબાદ (Dhanbad)માં, જિલ્લા અને સત્ર ન્યાયાધીશ (Judge) ઉત્તમ આનંદને મોર્નિંગ વોક કરતી વખતે ઓટો દ્વારા ટક્કર મારવાનો મામલો સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને કોર્ટને આ મામલાની જાતે નોંધ લેવા અને સ્વતંત્ર તપાસ કરવા જણાવ્યું હતું. આ અંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, ઘટનાની માહિતી મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાના ધ્યાન પર લાવવી જોઈએ, જ્યારે તેઓ આ કેસમાં જરૂરી પગલાં લેશે.

હકીકતમાં, મોર્નિંગ વોક પર નીકળેલા જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ઉત્તમ આનંદના આકસ્મિક મૃત્યુના સીસીટીવી ફૂટેજમાં મોટા પ્રમાણમાં ખુલાસો થયો છે કે ઓટોએ ઇરાદાપૂર્વક અકસ્માત કર્યો હતો. જસ્ટિસ ઉત્તમ આનંદે છ મહિના પહેલા ધનબાદના ન્યાયાધીશ તરીકે પદ સંભાળ્યું હતું.

ઝારખંડના ધનબાદમાં ચોરી કરેલી રીક્ષાથી ટક્કર મારીને જજની હત્યા કરાઇ હોવાની આશંકા સેવતી ઘટના સામે આવી છે. CCTV ફૂટેજમાં ષડયંત્રનો કોણ સ્પષ્ટ નજરે ચઢે છે. CCTV ફૂટેજમાં દેખાઇ રહ્યું છે કે, ન્યાયાધીશ ઉત્તમ આનંદ રસ્તાની ડાબી બાજુએ મોર્નિંગ વૉક કરી રહ્યા હોય છે, ત્યારે અચાનક પાછળથી એક રીક્ષા આવે છે. રીક્ષા સીધી જતી હોવા છતાં, ચાલક તેને ડાબી તરફ વાળે છે અને જૉગિંગ કરી રહેલા જજને ટક્કર મારી ત્યાંથી ફરાર થઇ જાય છે. પોલીસે સમગ્ર કેસમાં રીક્ષા ચાલક અને તેના બે સહયોગીની ધરપકડ કરી લીધી છે તો ઝારખંડ સરકારે ઉચ્ચ સ્તરીય કમિટી બનાવવાનો આદેશ આપ્યો છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

 

Next Article