Delhi: પૂર્વ કેન્દ્રીય પ્રધાનની પત્નીની પોતાના ઘરમાં જ થઈ હત્યા, ઘરકામ કરતા વ્યક્તિની કરાઈ ધરપકડ

|

Jul 07, 2021 | 11:14 AM

67 વર્ષીય કિટ્ટી મંગલમની ઓશિકાથી મોઢું દબાવીને હત્યા કરવામાં આવી હતી. ઘરનો ધોબી અને તેના 2 સાથીઓ પર હત્યાનો આરોપ છે. હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી છે.

Delhi: પૂર્વ કેન્દ્રીય પ્રધાનની પત્નીની પોતાના ઘરમાં જ થઈ હત્યા, ઘરકામ કરતા વ્યક્તિની કરાઈ ધરપકડ

Follow us on

Delhi: વસંત વિહાર વિસ્તારમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. આર. કુમારમંગલમ (Rangarajan Kumaramangalam)ની પત્નીની હત્યાનો (Former Cabinet Minister’s Wife Murder) કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 67 વર્ષીય કિટ્ટી મંગલમની ઓશિકાથી ચહેરો દબાવીને હત્યા કરવામાં આવી છે. ઘરનો ધોબી અને તેના 2 સાથીઓ પર હત્યાનો આરોપ છે. જે બાદ પોલીસે ધોબી રાજુની (Washerman Arrested) ધરપકડ કરી હતી.

પોલીસને શંકા છે કે, પૂર્વ કેન્દ્રીય મંત્રીની પત્નીની હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી છે. આ ઘટના મંગળવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતિ મુજબ ઘરમાં કામ કરતા વ્યક્તિએ ધોબીને ઓળખી લીધો હતો. જે બાદ આરોપીએ તેને બંધક બનાવીને રૂમમાં બંધ કરી દીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કિટ્ટી કુમારમંગલમની હત્યા ઘરમાં લૂંટ બાદ થઈ હતી. રાત્રે 11 વાગ્યાની આસપાસ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

ઘટના સમયે કિટ્ટી મંગલમ તેમના નોકર સાથે ઘરમાં એકલા હતા. તકનો લાભ લઈ આરોપીએ તેની હત્યા કરી હતી. કિટ્ટી કુમારમંગલમ સુપ્રીમ કોર્ટમાં વકીલ રહી ચૂક્યા છે. તેમનો પુત્ર કોંગ્રેસનો નેતા છે. આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ તે બેંગ્લોરથી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. તેમના પતિ પીઆર કુમારમંગલમ પીવી નરસિંહ રાવ સરકારમાં પ્રધાન રહી ચૂક્યા છે. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા. વાજપેયી સરકારમાં તેઓ પાવર મંત્રી પણ હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ  વાંચો: Lambda Variant: ડેલ્ટા કરતા પણ વધારે ખતરનાક કોરોનાનો નવો વેરિઅન્ટ આવ્યો સામે, 30 દેશોમાં લેમ્બડા વેરિઅન્ટે કરી એન્ટ્રી

 

આ પણ  વાંચો: Petrol-Diesel Price Today : આજથી દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ માટે પ્રતિ લીટર 100 રૂપિયા ખર્ચવા પડશે, જાણો તમારા શહેરની કિંમત

Published On - 11:07 am, Wed, 7 July 21

Next Article