Dang: લેભાગુ લેબર કોન્ટ્રાક્ટરે ખેડૂત સાથે 7 લાખની છેતરપિંડી કરી તો ખેડૂતોએ 14 શ્રમિકોને બનાવ્યા બંધક

|

Feb 11, 2023 | 7:11 PM

પૈસા ન હોવાથી શ્રમિકોના નાના બાળકો અને વૃદ્ધો ભૂખે રહેવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ શ્રમિકો સહિ સલામત રહેશે કે કેમ તે અંગે ચિંતાના વાદળો છવાયા છે. હાલ સ્થાનિક આગેવાને સમગ્ર બાબતે શ્રમિકોના પરિવારની મુલાકાત લીધી હતી

Dang: લેભાગુ લેબર કોન્ટ્રાક્ટરે ખેડૂત સાથે 7 લાખની છેતરપિંડી કરી તો ખેડૂતોએ 14 શ્રમિકોને બનાવ્યા બંધક
ડાંગમાં શ્રમિકોને કરવામાં આવ્યા મુક્ત

Follow us on

ડાંગના શ્રમજીવી પરિવાર પર મોટી આફત આવી પડી છે. એક તરફ શ્રમજીવી પરિવારના મોભીને મહારાષ્ટ્રમાં ગોંધી રાખી તેમની કિડની વેચી પૈસા વસુલવાની ધમકી મળી છે. તો બીજી તરફ તેમના પરિવારજનો ભૂખ્યા પેટે રહેવા મજબૂર બન્યા છે. આ પરિસ્થિતિ પાછળ એક લેભાગુ લેબર કોન્ટ્રાક્ટર જવાબદાર હોવાનો દાવો છે.

સમગ્ર બનાવની વાત કરીએ તો, ડાંગના મોટામાળુંગા ગામના 14 શ્રમિકોને રોજગારી માટે લેબર કોન્ટ્રાક્ટર મહારાષ્ટ્ર એક ખેડૂત પાસે લઈ ગયો હતો. ખેડૂત પાસેથી રૂપિયા 7 લાખ ઉપાડ લઈને લેબર કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયો હતો અને શ્રમિકોને કે તેના પરિવારોને વળતર પણ આપ્યું ન હતું. તો બીજી તરફ ખેડૂતે પોતાના પૈસા વસુલવા શ્રમિકોને બંધક બનાવ્યા હતા.

શ્રમિકોએ પરિવાર સાથે ફોન ઉપર વાત કરતા જણાવ્યું કે, ખેડૂત અમારી કિડની વેચાવીને પૈસા વસુલવાની ધમકી આપે છે. શ્રમિકોની વ્યથા જાણી તેમના પરિવાર પર આભ ફાટ્યું હતું. એક તરફ પૈસા ન હોવાથી શ્રમિકોના નાના બાળકો અને વૃદ્ધો ભૂખે રહેવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ શ્રમિકો સહિ સલામત રહેશે કે કેમ તે અંગે ચિંતાના વાદળો છવાયા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

હાલ સ્થાનિક આગેવાને સમગ્ર બાબતે શ્રમિકોના પરિવારની મુલાકાત લીધી હતી અને પોલીસની મદદથી બંધક શ્રમિકોને પરત લાવવા હૈયાધરપત આપી હતી.

Published On - 9:23 am, Sat, 4 February 23

Next Article