DAHOD : ફરી એકવાર ગાંજાની ખેતીનો પર્દાફાશ, એક કરોડ કિંમતના ગાંજા સાથે બે ઝડપાયા

|

Dec 04, 2021 | 3:06 PM

દેવગઠબારીયાના સાલીયાના કરોધ ફળીયામાં આવેલ બેથી ત્રણ ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર શાકભાજીની આડમાં કર્યું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે દાહોદ SOGના પીઆઇ એચ.પી.કરણને રેડ કરતા એક સમયે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

DAHOD : ફરી એકવાર ગાંજાની ખેતીનો પર્દાફાશ, એક કરોડ કિંમતના ગાંજા સાથે બે ઝડપાયા
ગાંજાની ખેતી (ફાઇલ)

Follow us on

દાહોદ (Dahod) સ્પેશિયલ ઓપરેશન ગૃપ (SOG) દ્વારા એક કરોડથી વધુનું નશાનું વાવેતર કરેલ ખેતર ઝડપી પાડવામાં આવ્યું છે. અને આ કેસમાં બે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ (Dahod)  જિલ્લો હાલ જાણે નશાના વાવેતર માટેનું એપી સેન્ટર બન્યું હોય તેમ બે માસના ટૂંકા ગાળામાં ગાંજાના (Cannabis) ખેતર એક પછી એક ઝડપાઇ રહ્યા છે. આ અગાઉ પણ રાજયમાં બે કરોડથી વધુનું ગાંજાના છોડનું વાવેતર કરેલ ખેતર મળી આવેલ હતા.

ત્યારે ફરી એક વખત દેવગઠબારીયાના સાલીયા ગામથી નશાનું વાવેતર કરેલ ખેતરમાંથી એક કરોડથી વધુના 1100થી વધુ ગાંજાના(Cannabis) છોડ મળી આવતા ચકચાર મચી ગઇ છે. એક તરફ રાજયના ગૃહ પ્રધાન એક્શનમાં આવી નશાના વેપાર કરનારનું નવું સરનામુ જેલ હશે તેવો હુંકાર કરેલ છે. ત્યારે વધુ એક વખત નશાનું વાવેતર ઝડપાઇ ગયું છે.

દેવગઠબારીયાના સાલીયાના કરોધ ફળીયામાં આવેલ બેથી ત્રણ ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર શાકભાજીની આડમાં કર્યું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે દાહોદ SOGના પીઆઇ એચ.પી.કરણને રેડ કરતા એક સમયે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને આ અંગે પરિક્ષણની ટીમ બોલાવી ચકાસણી કરાવતા ખેતરોમાં 1745 જેટલા છોડ મળી આવ્યા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

જેની કિંમત એક કરોડ ત્રણ લાખ નેવ્યાસી હજાર છસ્સો થવા પામી છે. વધુ ગાંજાના છોડ હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે પોલીસે ખેતર માલિક સહિત કુલ બે ઇસમોને ઝડપી પાડી એક કરોડથી વધુનો નશાનું વાવેતર કબ્જે કર્યું છે. આ ગાંજાનું બિયારણ ક્યાંથી લાવ્યા કોના કહેવાથી લાવ્યા તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

ઝડપાયેલ આરોપીના નામ

1)નરસિંહ પટેલ

2) ગણપત બારિયા

આ પહેલા સિંગવડના હાંડી ગામમાં ગાંજાની ખેતી ઝડપાઇ હતી

દાહોદના સીંગવડ તાલુકાના અગારા હાંડી ગામેથી દાહોદ LCB , SOG સહીતની ટીમે 3 ખેતરમાંથી 2 કરોડ ઉપરાંતનો ગાંજો ઝડપી પાડયો હતો. દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના અગારા હાંડી ગામે પોલીસને બાતમી મળી હતી કે, હાંડી ગામના મછાર ફળીયામાં રહેતા વિક્રમ નારસીંગ મછારે ખેતરમા કપાસની સાથે સાથે ગાંજાની પણ ખેતી કરી છે. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમા પોલીસને ખેતરમાં કપાસના પાક સાથે લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. તેમજ પોલીસે તે ખેતરોની પાસે આવેલા ખેતરમાં પણ તપાસ કરતા હિંમત જોખના મછાર અને સરતન ભાઈ શાંતુભાઈ મછારના ખેતરમાં પણ ગાંજાના લીલા છોડ વિપુલ પ્રમાણમાં મળી આવ્યા હતા. જેને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

 

Next Article