રાજયમાં 2 વર્ષમાં 26 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં સાયબર સેલને મળી સફળતા, દરેક જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવા દરખાસ્ત કરાશે : DGP

|

Oct 02, 2021 | 2:19 PM

ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતુ કે સાયબર ક્રાઇમને પહોંચી વળવા રાજ્યમાં પૂરતું માળખું નથી. રાજ્યમાં બે વર્ષથી પ્રોસિક્યુશન પાંખ ઉભી કરવામાં આવી છે. પ્રોસિક્યુશનમાં અન્ય રાજ્યો ગુજરાતથી આગળ છે.

રાજયમાં 2 વર્ષમાં 26 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં સાયબર સેલને મળી સફળતા, દરેક જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવા દરખાસ્ત કરાશે : DGP
Cyber cell succeeds in recovering Rs 26 crore in state in 2 years, proposal to start cyber police station in every district: DGP

Follow us on

ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન દ્વાર એચ.કે.કોલેજ ખાતે સાયબર ક્રાઈમ અને પ્રોસિક્યુશન પર સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ડીજીપી આશિષ ભાટીયા અને શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ હાજર રહ્યાં હતાં. સાયબર ક્રાઇમના ગુનાઓમાં વધારો થતાં પોલીસ અને લોયર કેવી રીતે સાથે મળીને કામ કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સાયબર ક્રાઇમને પહોંચી વળવા રાજ્યમાં પૂરતું માળખું નથી : DGP

આ પ્રસંગે ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતુ કે સાયબર ક્રાઇમને પહોંચી વળવા રાજ્યમાં પૂરતું માળખું નથી. રાજ્યમાં બે વર્ષથી પ્રોસિક્યુશન પાંખ ઉભી કરવામાં આવી છે. પ્રોસિક્યુશનમાં અન્ય રાજ્યો ગુજરાતથી આગળ છે. સાયબર ક્રાઇમમાં ફાઇનાન્સિયલ ફ્રોડ વધારે થાય છે. ત્યારે ફ્રોડ થાય પછી પૈસા રિકવર કરવા મુશ્કેલ છે. ત્યારે સાયબર ક્રાઇમના કેસમાં આરોપી નહીં પણ પૈસા રિકવર થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 26 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં સાયબર ક્રાઈમ સેલને સફળતા મળી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દરેક જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશનનો અભાવ : DGP

દરેક જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન નથી.અગાઉ દરેક જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરવા દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ મંજુર કરવામાં આવ્યા નહોતા. જિલ્લાને બદલે રેન્જ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા હતા. હાલ 10 જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત છે. જિલ્લા અને રેન્જ મળી કુલ 24 સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત છે. દરેક જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન બનાવવા સરકારને દરખાસ્ત કરીશું. ફેસિલિટી અને ટ્રેનિંગ મળે તે જરૂરી છે.

સાયબર ફ્રોડની અરજીઓ વધુ આવે છે પણ ગુના ઓછા દાખલ થાય છે.

સુરતમાં ત્રણ વર્ષ પહેલા 35 કરોડની સિઝ કરેલી કિંમત 350 કારોડે પહોંચી પણ પૈસા યુટીલાઈઝ થતા નથી. ડીજીપીએ જણાવ્યું હતું કે સુરતમાં ત્રણ વર્ષ પહેલાં ક્રીપ્ટો બેઝ પોન્જી સ્કીમમાં લોકો લાલચાયા હતા. આ પોન્જી સ્કીમમાં પકડાયેલ આરોપીઓ પાસેથી 35 કરોડની ક્રીપ્ટો કરન્સી સિઝ કરી બેન્કના લોકરમાં રાખી છે. સિઝ કરેલી ક્રિપ્ટો કોર્ટ હસ્તગત છે. અત્યારે સિઝ કરેલી ક્રીપ્ટો કરન્સીની કિંમત 350 કરોડે પહોંચી છે. અમે કોર્ટને રિકવેસ્ટ કરી છે કે આ પૈસાને યુટીલાઈઝ કરવામાં આવે..આ ઉપરાંત રાજ્યમાં જીપીઆઈડી એકટમાં 350 કરોડની પ્રોપર્ટી જપ્ત થયેલી છે જે કોર્ટની પાસે છે.

Next Article