AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: જીતનો જશ્ન બન્યો જીવલેણ, ફટાકડા ફોડવાની મનાઈ કરતી મહિલાને, ઉમેદવારના સમર્થકોએ મોતને ઘાટ ઉતારી

પંચાયત ચૂંટણીના પરિણામો જીત્યા બાદ કેટલાક સમર્થકો ફટાકડા ફોડીને હંગામો મચાવ્યો. આ દરમિયાન મૃતક ત્રિપુરા દેવીએ ફટાકડા ફોડવાની ના પાડી દીધી.આ પછી બધાએ સાથે મળીને તેની ધોલાઈ કરવાનું શરૂ કર્યું હતું.

Crime: જીતનો જશ્ન બન્યો જીવલેણ, ફટાકડા ફોડવાની મનાઈ કરતી મહિલાને, ઉમેદવારના સમર્થકોએ મોતને ઘાટ ઉતારી
રચનાત્મક ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 8:48 AM
Share

Bihar: બિહારના મધુબની (Madhubani) માં, પંચાયત ચૂંટણી (Bihar Panchayat Election) ના પરિણામોની જીતની ઉજવણી કરી રહેલા ઉમેદવારના સમર્થકોએ 57 વર્ષીય મહિલાને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટના બાદ મહિલાના પતિએ ગામના સાત લોકો વિરુદ્ધ FIR નોંધાવી હતી. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના શુક્રવારે મોડી રાત્રે 10:30 આસપાસ બની હતી. એક ગામના રહેવાસીએ જણાવ્યું કે પંચાયત ચૂંટણીના પરિણામો જીત્યા બાદ કેટલાક સમર્થકો ફટાકડા ફોડીને બથુહા ગામમાં પહોંચ્યા અને હંગામો મચાવ્યો. તેઓએ ગામમાં પણ આતશબાજી શરૂ કરી હતી. આ દરમિયાન મૃતક ત્રિપુરા દેવીએ ફટાકડા ફોડવાની ના પાડી દીધી.આ પછી બધાએ સાથે મળીને તેની ધોલાઈ કરવાનું શરૂ કર્યું હતું.

પોલીસે તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ દરમિયાન તેની પત્ની ત્રિપુરા દેવી જમીન પર પટકાઈ હતી. ત્રિપુરા દેવી ગંભીર રીતે ઘાયલ થઈને બેહોશ થઈ ગઈ હતી. આ પછી, તેને તાકીદે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાબુબારાહીમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ મામલે બાબુબાર્હી પોલીસ સ્ટેશનના (Babubarhi Police Station) અધિકારી રામ આશિષ કામતીએ જણાવ્યું કે આ મામલે તપાસ ચાલુ છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તેજસ્વીએ બિહારમાં થયેલી હત્યાઓને લઈને નીતિશ સરકાર પર સાધ્યું નિશાન રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે રવિવારે બિહારમાં નીતિશ કુમારની આગેવાનીવાળી સરકાર પર આકરા પ્રહારો કર્યા, અને આરોપ લગાવ્યો કે તે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં હત્યાના બે મોટા કેસોમાં કથિત ગુનેગારોને રક્ષણ આપી રહી છે. વિપક્ષના નેતાએ મધુબનીમાં આરટીઆઈ કાર્યકર્તા કમ ફ્રીલાન્સ પત્રકાર અને પૂર્ણિયામાં જિલ્લા કાઉન્સિલરના પતિ રિન્ટુ સિંહની હત્યા પર સરકાર પર નિશાન સાધ્યું. પૂર્ણિયા કેસમાં મંત્રીના નજીકના સંબંધી આરોપી છે.

આ પણ વાંચો:

UAE: ભારતીય વાયુસેનાના વિમાનોથી ગુંજી ઉઠ્યુ દુબઈનું આકાશ, વિદેશ પ્રધાન એસ જયશંકરે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી મુલાકાત

આ પણ વાંચો_

રેલયાત્રીઓ માટે અગત્યના સમાચાર : આગામી 7 દિવસ માટે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ પ્રભાવિત થશે, દરરોજ 6 કલાક બંધ રહેશે સેવા

g clip-path="url(#clip0_868_265)">