Crime: મોઢામાં તેજાબ નાખીને બેરહેમીથી કરી 5 કુતરાઓની હત્યા, આરોપીઓને પકડવા CCTV સહારે પોલીસ

|

Sep 05, 2021 | 6:03 PM

આપને જણાવી દઈએ કે કોઈ પણ પ્રાણી પર અત્યાચાર ગુજારવો કે તેને મોતને ઘાટ ઉતારી બદલ પશુ ક્રૂરતા અધિનિયમ ધારા કલમ 11 અને ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 429 હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

Crime: મોઢામાં તેજાબ નાખીને બેરહેમીથી કરી 5 કુતરાઓની હત્યા, આરોપીઓને પકડવા CCTV સહારે પોલીસ
શુ ક્રૂરતા અધિનિયમ ધારા કલમ 11 અને ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 429 હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે

Follow us on

Crime: મધ્યપ્રદેશના ઉજ્જૈન (Ujjain) માં માનવતાને શરમાવે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. કેટલાક અજાણ્યા શખ્સોએ કેટલાક રખડતા કૂતરાઓ પર એસિડ ફેંક્યું હતું. આ ઘટનામાં 5 શ્વાન મૃત્યુ પામ્યા હતા. આ બાબતનો ખુલાસો થયા બાદ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. એક અધિકારીએ કહ્યું કે જે લોકો પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે તેઓએ આ હૃદયદ્રાવક ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે નાગઝિરી પોલીસ સ્ટેશનમાં કલમ 428 (પશુઓને મારવું કે પરેશાન કરવું) અને IPC ની અન્ય જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ઇન્દોરના પ્રાણીઓના અધિકારો માટે લડતા એક જૂથે હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો હતો.

5 રખડતા કૂતરાઓના મોઢામાં એસિડ રેડવામાં આવ્યું
પીપલ્સ ફોર એનિમલ્સ ઈન્દોર યુનિટના પ્રમુખ પ્રિયાંશુ જૈને જણાવ્યું હતું કે તેમની હેલ્પલાઈન પર જાણ કરવામાં આવી હતી કે કેટલાક અજાણ્યા લોકોએ ઉજ્જૈનના નાગઝિરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 રખડતા કૂતરાઓના મોઢામાં એસિડ નાખ્યું છે. તેમણે કહ્યું કે સંસ્થાના સભ્યોએ આ મામલે પોલીસને જાણ કરી હતી. જે બાદ કેસ નોંધવામાં આવ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઉજ્જૈનના મહાલક્ષ્મી નગરમાં રહેતા બ્રિજરાજ પરિહરે શુક્રવારે સવારે કૂતરાઓને તડપતા જોયા હતા. જે બાદ તેઓ તેમને સારવાર માટે પશુ દવાખાને લઇ ગયા હતા. તેની ખરાબ સ્થિતિને જોતા તેને ઈન્દોર રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. જે બાદ તેણે પીપલ ફોર એનિમલ્સના ઈન્દોર યુનિટને આ ઘટના અંગે જાણ કરી હતી.

આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી
આ ઘટના પર નાગઝિરી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર લિવન કુજુરે જણાવ્યું હતું કે આરોપીની ઓળખ માટે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. જેથી જલદીથી તેમની ધરપકડ કરી શકાય. પ્રાણીઓ સાથેની આ બર્બર ઘટનાની બધે નિંદા થઈ રહી છે. સાથે જ આરોપીને પકડવા માટે પોલીસ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં છે.

આપને જણાવી દઈએ કે કોઈ પણ પ્રાણી પર અત્યાચાર ગુજારવો કે તેને મોતને ઘાટ ઉતારી બદલ પશુ ક્રૂરતા અધિનિયમ ધારા (The Prevention of Cruelty to Animals Act, 1960) કલમ 11 અને ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 429 હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

ભારતીય સંવિધાન અનુચ્છેદ 5-1(A) મુજબ કોઈ પણ પશુ પ્રેમીને પશુપક્ષીને ભોજન આપતા અવરોધ ઊભો કરે તો પણ ગુનો બને છે. આવા ગુનાઓમાં જો અપરાધ સાબિત થાય તો વધુમાં વધુ 5 વર્ષની જેલની સજા થઈ શકે છે.

આ પણ વાંચો: Offline Payment : ઈન્ટરનેટ કનેક્શન વગર રૂપિયા ટ્રાન્સફર કરી શકાય ? હા, આ સરળ રીતથી કરો મની ટ્રાન્સફર

આ પણ વાંચો: Swapna Jyotish : સ્વપ્નમાં કયા સંકેત મળવાથી થશે માતા લક્ષ્મીની કૃપા ? જાણો આ સ્વપ્ન સંકેત

 

 

Next Article