ચૂંટણી પહેલા પંજાબને હચમચાવી નાખવાનું ષડયંત્ર નિષ્ફળ, RDX સહિત હથિયારો પોલીસે કર્યા ઝબ્બે, જાણો પાકિસ્તાન સાથેનું કનેક્શન
પંજાબમાં પ્રજાસત્તાક દિવસ પહેલા એક મોટા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. રાજ્ય પોલીસે બે 40 mm કંપેટિબલ ગ્રેનેડ સાથે 40 mm અન્ડર બેરલ ગ્રેનેડ લોન્ચર સહિત અનેક સાધનો રિકવર કર્યા
ગણતંત્ર દિવસ (Republic Day) પહેલા પંજાબ (Punjab) માં વિસ્ફોટકો (explosives) મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે સમયસર મોટા આતંકી હુમલા (Terrorist attack) ને નિષ્ફળ બનાવ્યો છે. પંજાબ પોલીસના આઈજીપી મોહનીશ ચાવલા (IGP Mohnish Chawla, Punjab Police) એ જણાવ્યું હતું કે પોલીસે ગુરદાસપુર જિલ્લામાંથી 40 એમએમ અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર (UBGL), 3.79 કિગ્રા RDX, 9 ઈલેક્ટ્રિક ડિટોનેટર અને IEED ટાઈમર ઉપકરણો સાથે બે 40 mm સુસંગત ગ્રેનેડ રિકવર કર્યા છે. જેના 2 સેટ રિકવર કરવામાં આવ્યા છે. આ રીતે ચૂંટણી (Punjab Election 2022) પહેલા પંજાબને હચમચાવી નાખવાનું ષડયંત્ર નિષ્ફળ રહ્યું હતું.
UBGL એ 150 મીટરની અસરકારક રેન્જ ધરાવતું શોર્ટ રેન્જ ગ્રેનેડ લોન્ચિંગ એરિયા વેપન છે અને તે VVIP સુરક્ષા માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે. પંજાબ એક્સપ્રેસ અનુસાર, ગુરદાસપુરના ગાઝીકોટ ગામના રહેવાસી મલકિત સિંહ પાસેથી હથિયાર અને બોમ્બ મળી આવ્યા છે, જેને ગુરૂદાસપુર પોલીસે ગુપ્ત માહિતીના આધારે ગુરુવારે ધરપકડ કરી હતી. પોલીસે આતંકવાદી અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે અને તેની પાછળ મલકિત સિંહ સહિતના સહ કાવતરાખોરો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
Punjab | Thwarting a possible terrorist attack around Republic Day, the police have made a recovery of 40mm Under Barrel Grenade Launcher with two 40mm compatible grenades, 3.79kg RDX, 9 electrical detonators & 2 sets of timer devices for IEDs, from Gurdaspur: IGP Mohnish Chawla pic.twitter.com/Eiihj9TUua
— ANI (@ANI) January 21, 2022
IGP મોહનીશ ચાવલાએ કહ્યું કે ગુરદાસપુર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા મલકીત સિંહના ખુલાસા બાદ આ રિકવરી કરવામાં આવી છે. પોલીસે સહ-ષડયંત્રકારો સુખપ્રીત સિંહ, થરનજોત સિંહ, સુખમીતપાલ સિંહ, ભાગેડુ ગેંગસ્ટર અર્શદીપ સિંહ અને પાકિસ્તાન સ્થિત ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનના વડા લખબીર એસ રોડે વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે.