ભારતના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો કારસો, પાંચ કંપનીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

ભારતના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો કારસો, પાંચ કંપનીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ
Registrar of Companies (file)

ભારતમાં કંપનીઓ શરૂ કરીને હવાલા મારફતે પૈસા ચીન મોકલવાનું કૌભાંડ કેટલાક વર્ષોથી ચાલે છે. તાજેતરમાં કૌભાંડ પકડાતા આ અંગે આરઓસીએ મુંબઈ અને દિલ્હીમાં કેટલીક કંપનીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ હવે અમદાવાદમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

Mihir Soni

| Edited By: Utpal Patel

Jan 27, 2022 | 10:33 PM

ભારતમાં ચાઈનીઝ કંપનીઓ (Chinese company) ઉભી કરી અર્થતંત્રને નુકસાન કરવાનો કારચો ચીન રચી રહ્યું હોવાના એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જેને લઈને રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ (Registrar of Companies) દ્વારા શહેરના નારણપુરા પોલીસ સ્ટેશનમાં વધુ 3 કંપનીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 5 કંપનીઓ સામે ફરિયાદ (Complaint)નોંધાવવામાં આવી છે.

ભારતમાં પ્રથમ ભારતીય નાગરિકને ડાયરેકટર બનાવી ત્યારબાદ થોડા સમયમાં તેનું રાજીનામુ લઈને ચાઇનાના નાગરિક ડાયરેકટ બનાવી સત્તાવાર મંજૂરી મેળવ્યા વગર લોકો પાસેથી ડિપોઝિટી સ્વીકારી મની લોન્ડરિંગ કરનાર પાંચ કંપનીઓ સામે આર.ઓ.સી (ROC) એટલે કે પછી રજીસ્ટ્રાર ઓફ કંપની (Registrar of Companies)દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આર.ઓ.સી દ્વારા ખોટા ચાઈનીઝ ડાયરેકટર ઉભા કરી મનીલોન્ડરિંગ કૌભાંડ કરનારા પાંચ કંપનીઓ,

1. FCS મશીનરી ઇન્ડિયા પ્રા.લી,ચાંચરવાડી, વાસણા, 2.શુંગ્મા મશીનરી ઇન્ડિયા પ્રા. લી, બાકરોલ 3.SBW સાઉથ એશિયન પ્રા.લી, નારણપુરા 4.મેર્સસ.દિવ્યમ ઇન્ફોકોન પ્રા.લી, જૂનાગઢ 5.સાવરિયા ઇન્ટરનેશલ પ્રા.લી, સુરત

પાંચ કંપનીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભારતમાં કંપનીઓ શરૂ કરીને હવાલા મારફતે પૈસા ચીન મોકલવાનું કૌભાંડ કેટલાક વર્ષોથી ચાલે છે. તાજેતરમાં કૌભાંડ પકડાતા આ અંગે આરઓસીએ મુંબઈ અને દિલ્હીમાં કેટલીક કંપનીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ હવે અમદાવાદમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કંપનીઓ ભારતીય ડાયરેક્ટરોની કાયદા વિરુદ્ધની મદદ કરી ચાઇનીઝ કંપની દ્વારા ભારતમાં વિદેશી ફંડ મેળવી તે ફંડ લેયરિંગ કરી મની લોન્ડરિંગ કરી અન્ય સેલ કંપનીઓમાં પૈસાની હેરાફેરી થઈ રહેલ હોવાનું જાણવા મળેલ છે. જેમાં વિદેશી નાગરિકોની સંડોવણી હોવાનું પ્રાથમિક તપાસમાં ફલિત થઈ રહ્યું છે. જે જોતા દેશને આર્થિક નુકસાન પહોંચાડવાના બદઇરાદે મોટું આંતરરાષ્ટ્રીય લેવલએ આર્થિક કૌભાંડ થયેલ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ કંપનીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઓડિટ પણ ના કરાયું હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.

હાલ માં પોલીસ દ્વારા આ તમામ કંપનીઓના રજીસ્ટ્રેશન સરનામા પર તપાસ કરવામાં આવી છે. ઉપરાંત તેમના બેંક એકાઉન્ટની વિગત, નાણાકીય હિસાબની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દિવ્યમ ઇન્ફકોન પ્રા.લી દ્વારા પાવર બેંક એપ મારફતે લોકો પાસેથી ડિપોઝિટ સ્વીકારીને ઊંચા વળતરની લાલચ આપી આશરે 360 કરોડની છેતરપિંડી આચરી છે. આમ કરી ચાઈનીઝ ડાયરેક્ટરો આવકવેરાની ચોરી અને મની લોન્ડરિંગ કરતા હોવાથી 406,420 છેતરપિંડી,120 બી કાવતરું ઘડવું અને કંપની એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.

આ પણ વાંચો : અમદાવાદ શહેરના બે પોલીસ કોન્સ્ટેબલ દારૂનો ધંધો કરતા ઝડપાયા, નિવૃત DYSPના પુત્રની પણ સંડોવણી ખુલી

આ પણ વાંચો : અમદાવાદ : નરોડામાં બૂટલેગરો બેફામ, પોલીસકર્મીને દોડાવી દોડાવીને માર માર્યો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati