ગોત્રી દુષ્કર્મ કેસમાં નવો વળાંક, ઘટના પછીના CCTV સામે આવ્યાં બાદ વકીલે નવો જ દાવો કર્યો

Gotri Rape Case : ગોત્રી દુષ્કર્મ કેસમાં tv9 પાસે એક્સક્લુઝીવ CCTV સામે આવ્યા છે.જેમાં પીડિતા આરોપી અશોક જૈનની ઓફિસમાં બેઠી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 4:51 PM

VADODARA : વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં નવો વળાંક આવ્યો છે. બળાત્કારનો જે આરોપ લગાવવામાં આવ્યો છે તે ઘટના બાદના CCTV સામે આવ્યાં બાદ વકીલે નવો જ દાવો કર્યો છે. ગોત્રી દુષ્કર્મ કેસમાં tv9 પાસે એક્સક્લુઝીવ CCTV સામે આવ્યા છે.જેમાં પીડિતા આરોપી અશોક જૈનની ઓફિસમાં બેઠી છે.14 સપ્ટેમ્બરના સાંજે 7 વાગ્યાના આ CCTV છે.આરોપી અશોક જૈનના વકીલનો દાવો છે કે, આ CCTV પીડિતાએ જે સમયે દુષ્કર્મનો દાવો કર્યો છે, ત્યારબાદના છે…એટલે કે ફરિયાદ પ્રમાણે જોવા જઇએ તો દુષ્કર્મ બાદના આ દ્રશ્યો છે.

આરોપીના વકીલે યુવતી સાથે બળજબરી થયાની વાત નકારી છે. વકીલ હિતેશ ગુપ્તાનું કહેવું છે કે અમે તમામ દસ્તાવેજી અને CCTV સહિતના પુરાવા પોલીસને આપ્યા છે, પરંતુ પોલીસ એક તરફી તપાસ કરી રહી છે અને જેના કારણે આ કેસનો મુખ્ય સૂત્રધાર એવો બુટલેગર અલપુ સિંધી પોલીસ પકડથી ફરાર છે” આરોપી અશોક જૈનના વકીલે યુવતીની FIR પાછળ બદ ઇરાદો ગણાવ્યો અને આ મુદ્દે સેશન્સ કોર્ટમાં અરજી કરી હોવાનું પણ જણાવ્યું છે.

વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસમાં આજે 28 સપ્ટેમ્બરે પોલીસની મોટી સફળતા મળી છે. જેમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તથા વડોદરા પી.સી.બી. અને જુનાગઢ પોલીસના સંયુકત ઓપરેશનમાં જુનાગઢ ખાતેથી આરોપી રાજુ ભટ્ટને પકડી પાડવામાં આવેલ છે.

તો ગઈકાલે 27 સપ્ટેમ્બરે વડોદરાના ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટના મદદગાર હોટેલ માલિકની ધરપકડ કરવામાં આવી હતી. જેની પોલીસ દ્વારા આખી રાત પૂછપરછ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસને તેમાં અનેક નવા પુરાવા અને બાતમી મળ્યાનું કહેવામાં આવી રહ્યું છે. જયારે બીજી તરફ આરોપી રાજુ ભટ્ટના નિવાસે સર્ચ દરમિયાન વિદેશી દારૂ અને ત્રણ કાર કબ્જે કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad: નામાંકિત બિલ્ડર ગ્રુપ અને બ્રોકર્સના 22 સ્થળો પર ITના દરોડા, મોટી કરચોરી કર્યાની શંકાને લઈને તપાસ

આ પણ વાંચો : અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે હોસ્પિટલ મેનેજમેન્ટ જવાબદાર, જસ્ટિસ ડી.એ.મહેતા કમિશનનો રિપોર્ટ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">