AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharuch: અંકલેશ્વરમાં ચેઈન સ્નેચિંગનો પ્રયાસ, સમગ્ર ઘટના CCTV માં કેદ, જુઓ વિડીયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 6:23 PM
Share

Bharuch: અંકલેશ્વરના GIDC વિસ્તારમાં આવેલા ચિત્રકૂટ બંગ્લોઝ પાસે ચેઈન સ્નેચિંગના પ્રયાસની ઘટના બની હતી. સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી.

ભરૂચના અંકલેશ્વરમાં અજાણ્યા ઇસમો દ્વારા એક દપતિની ચેઈન ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના GIDC વિસ્તારમાં આ ઘટના ઘટી હતી. આ વિસ્તારમાં આવેલા ચિત્રકૂટ બંગ્લોઝ પાસે ચેઈન સ્નેચિંગના પ્રયાસની ઘટના બનતા ચકચાર મચી જવા પામ્યો હતો.  વાત જાણે એમ છે કે રવિવાર સવારે અહિયાં રસ્તા પર એક દંપતિ મોર્નિંગ વોક પર નીકળ્યું હતું. આ સમયે તેમણે વોક કરતા જોઇને તેમની પાછળથી બાઈક પર બે ઇસમોએ આવીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

વહેલી સવારે રસ્તો ખાલી હતો ત્યારે દંપતિ અહિયાં મોર્નિંગ વોક કરી રહ્યુ હતું. ત્યારે બાઈક પર આવીને અજાણ્યા વ્યક્તિઓએ પુરૂષના ગળામાંથી ચેઈન ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેમનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો અને તેઓ તરત જ બાદમાં ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ધોળે દિવસે બનેલી ચેઈન સ્નેચિંગની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

CCTV ની ફૂટેજમાં તમે જોઈ શકો છો કે એક કપલ વોક કરી રહ્યું છે. ત્યારે સમગ્ર રસ્તા પર કોઈ નથી. આ સુમસાન રસ્તે અચાનક બાઈક આવે છે અને ચેઈન ખેંચવાનો પ્રયાસ કરે છે. સદ્ભાગ્યે ચેઈન બચી જાય છે તેમજ કોઈને કોઈ ઈજા પહોંચતી નથી. જોકે ખરાબ ઈરાદાથી આવેલા ઇસમો ત્યાંથી ભાગી છૂટે છે. ધોળે દિવસે બનેલી આ ઘટનાથી ત્યાં રહેતા લોકોમાં ચકચાર મચી જવા પામ્યો છે.

 

 

આ પણ વાંચો: ખેડૂતો માટે સારા સમાચાર, રાજ્યની નવી સરકારે પાક નુકસાની સામે બમણું વળતર આપવાની જોગવાઈ કરી

આ પણ વાંચો: Dwarka : જામખંભાળિયાના ગામડાઓમાં ભારે વરસાદ બાદ શેરીઓમાં પાણી ભરાયા, જુઓ દ્રશ્યો

Published on: Sep 19, 2021 06:10 PM
g clip-path="url(#clip0_868_265)">